________________
- - - - - - - - -જલન યુદ્ધની ઘોષણા -- ------------------ મારવા લાગી “આ ખાઉં, તે ખાઉં” એવા વિચારો આવવા લાગ્યા, રૂપનું અનોખું આકર્ષણ અંતરના સ્તર પર સ્પષ્ટ અનુભવાવા લાગ્યું, સ્વજનોની યાદ મનને સતાવવા માંડી, મિત્રો સાથેની મીઠી મસ્તી માણવાના અભરખાઓ જાગવા લાગ્યા, “લાવ, બધા સાથે વાતો કરું, મારા તરફ આકર્ષિત કરું...” એવી બહિર્મુખતાની ભૂતડી સળવળવા લાગી,... સાવ દૂર થયેલો સમગ્ર સંસાર ખૂબ – ખૂબ નજીક લાવવા માટે મન તડપવા લાગ્યું.
આ જ મોહરાજનો ભયંકર સપાટો !
મોહરાજે એ સંયમીઓને પ્રલોભનો પણ આપ્યા, કે “મારે તાબે થઈ જાઓ, હું જેમ કહું, તેમ કરવા લાગો. તો તમારો બેડો પાર થઈ જશે.” અને કેટલાક સંયમીઓએ પક્ષપલટો કરી લીધો, વેષ સાધુનો જ રાખીને સાધુતાને દગો દેવાની ભયાનક ચાલબાજી રમવાની તૈયારી કરી લીધી. એ સંયમીઓ સમજ્યા કે “આમ પણ મોહરાજના આ ભયંકર આક્રમણ સામે અમે ટકી નહિ શકીએ.” આ સંયોજના વિનાની – સ્વાદ વિનાની ગોચરી વાપરવી, આખો દિવસ ૧૦-૧૨ કલાક સ્વાધ્યાય કરવો, સ્નેહીઓના મોઢા ય ન જોવા, ગૃહસ્થોનો પરિચય બિલકુલ ન કરવો, રૂપાળા દર્શન સદંતર બંધ કરવા... બાપ રે બાપ ! આ બધું હવે તો ભારે લાગે છે. તાલીમમાં હતા ત્યારે તો કોણ જાણે ઉત્સાહમાં આ બધું થોડું - ઘણું પાળ્યું, પણ આ યુદ્ધભૂમિ પર આવ્યા ત્યારે જ ખબર પડી કે “આ તો લોઢાના ચણા ચાવવાના છે.”
આપણું આ કામ નહિ. એને બદલે ભલે સાધુપણામાં રહીએ પણ મોહરાજ જેમ કહે એમ કરીએ. એનાથી બે લાભ થશે. આપણે એના મિત્ર હોઈશું, તો એ આપણને મારશે નહિ અને મોહરાજ તરફથી સારી સારી ભેટો મળ્યા જ કરશે... એટલે રહેવાનું ચારિત્રમાં, પણ દોસ્તારી - નોકરી મોહરાજની !”
અને એ સંયમીઓ ખરેખર મોહરાજને આધીન બની ગયા. - મોહરાજ કહે “તમે મિષ્ટાન્ન - ફરસાણ ખાઓ, દોષિત વાપરો, એ માટે માંદગી વગેરેના બહાના કાઢો, બધાને ઠગો...” અને કેટલાકો એમ કરતા જ રહ્યા.
મોહરાજ કહે “તમે ધર્મોપદેશાદિના બહાને સ્ત્રીઓ સાથે પરિચય વધારતા જાઓ, મીઠી મીઠી વાતો કરતા જાઓ,...” અને કેટલાકો એમ કરવા લાગ્યા.
મોહરાજ કહે “તમે જલ્દી જલ્દી શિષ્યો બનાવી લો, બિચારા ભોળા સંસારી જીવોના ભોળપણનો લાભ લૂંટી લો. તમારી માયાજાળમાં =આચાર, વિચારની ઊંચી ઊંચી વાતોમાં, એમને ભોળવી દો... તમારો પરિવાર તમે ઊભો કરો, તમારો વટ પડશે...” અને ખરેખર કેટલાકોએ એ પ્રમાણે જ કરવા માંડ્યું.