SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ * મહાવ્રતો “ચાલો ઘણું સારૂં થયું. કમ સે કમ આ પવિત્રાત્મા તરફથી તો આપણને સંપૂર્ણ નિર્ભયતાની ભેટ મળી જ......” સાંભળો એ ઉપદેશમાલાકારના વચનો ! सयलंमि वि जीवलोए तेणं इहघोसिओ अमाघाओ ! इक्कंपि जो दुहत्तं सत्तं बोहेइ जिणवयणे ! જે ગુરુ એક પણ દુ:ખાત્તે જીવને જિનવચનનો બોધ પમાડી દીક્ષા આપે છે, તે ગુરુ ચૌદરાજલોકમાં અમારિઘોષણા કરવાનું કામ કરે છે. કેમકે એ નૂતનદીક્ષિત ચૌદરાજ લોકના તમામે તમામ જીવોને નહિ મારવાની મહાપ્રતિજ્ઞા લે છે. આ પ્રતિજ્ઞા અતિ મહાન છે, માટે જ તો એ પ્રતિજ્ઞા લેતી વખતે તમામે તમામ તીર્થંકરોને ધર્મસત્તા કેટલી બધી ભેટ સોગાદો આપે છે ! ચોથા ગુણસ્થાનકથી સીધું છઠ્ઠા- સાતમા ગુણસ્થાને ગમન આ મહાપ્રતિજ્ઞાની પ્રાપ્ત થાય છે. અવશ્ય કેવલજ્ઞાન અપાવે એવું વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન આ મહાપ્રતિજ્ઞાથી પ્રાપ્ત થાય છે. કેટલીય પાપપ્રકૃતિઓના બંધ આ મહાપ્રતિજ્ઞાથી વિરામ પામે છે. અસંખ્યગુણી નિર્જરા આ મહાપ્રતિજ્ઞાથી શરુ થાય છે. આ મહાપ્રતિજ્ઞા સાચા ભાવથી તો આખાય ભવચક્રમાં વધુ માં વધુ માત્ર ૭-૮ વખત જ સંભવી શકે છે. અર્થાત્ અનાદિનિગોદથી માંડીને મોક્ષ પ્રાપ્તિ સુધીના અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળમાં ભાવથી આ મહાપ્રતિજ્ઞા જેમાં લેવાઈ હોય, એવા ભવો માત્ર ૭-૮ સંભવી શકે. (સમ્યકત્વની અને દેશિવરતિની ભાવવાળી પ્રતિજ્ઞા તો અસંખ્ય ભવોમાં અસંખ્યવાર સંભવી શકે છે.) આનો સ્પષ્ટ અર્થ જ એ કે’જીવની સંસારભ્રમણની મહાશક્તિને તોડી - ફોડી નાંખવાનું કામ આ મહાપ્રતિજ્ઞા કરે છે. આમ આપણા જેવા હજા૨ો વર્તમાન જીવોએ મોહરાજ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે, તાલીમ સ્વીકારવા પૂર્વક, સાચી સમજણ પૂર્વક પ્રવ્રજ્યાનો પંથ સ્વીકાર્યો તો ખરો, યુદ્ધ ઘોષણા રૂપ આ મહા પ્રતિજ્ઞા લીધી પણ ખરી અને એ જ પળથી અતિભયંકર એ યુદ્ધની શરુઆત થઈ ગઈ. આમાં પેલા સૈનિકોની માફક આ તાલીમબદ્ધ સંયમીઓમાં પણ ઘણા વિકલ્પો ઊભા થવા માંડ્યા. કેટલાક સંયમીઓ તો શરુઆતથી જ મોહરાજનો ભયંકર સપાટો જોઈને ગભરાઈ ગયા, લીધેલી તાલીમ અને બાંધેલા દૃઢ સંકલ્પોને વિસરી ગયા... ખાવાની સંજ્ઞાઓ જોર ૧૬
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy