________________ આ કથા રત્ન મંજૂષા : ભાગ 1 લે : (તૃતીયાવૃત્તિ)... તે વિસ્તૃત વિષયાનુક્રમણિકા 1. પ્રવેશક : (પેજ 1 થી 3) શ્રી આદીશ્વર ભગવંતની સ્તુતિ, દશ દુર્લભ વસ્તુઓ, ધર્મની દુર્લભતા, ધર્મના ચાર પ્રકાર : દાન, શીલ, તપ અને ભાવ.. 2. પુણ્યવાન ગુણસાર શ્રેણી : (પેજ 4 થી 17) * દાનધર્મની શ્રેષ્ઠતા, સર્વ ધર્મને દાન ધર્મમાં સમાવેશ, સુપાત્રદાનની મહત્તા, પુણ્યાનુબંધી પુણ્ય ઉપર ગુણસાર શ્રેષ્ઠીની કથા, ધનપ્રાપ્તિ માટે પત્નીના આગ્રહથી ધશૂરગ્રહે પ્રયાણ, માર્ગમાં મુનિવરને આપેલ સુપાત્રદાન સાથે અપૂર્વ ઉલ્લાસ, ધનરહિત શ્વશુરગૃહ પ્રવેશ અને તેથી શ્વશુરપક્ષ તરફથી થયેલો અનાદર, ફરી સ્વગૃહ તરફ પ્રસ્થાન, પાછા વળતા માર્ગમાં જ્યાં મુનિને પડિલાળ્યા હતા ત્યાં આવતા હૃદયમાં થયેલ અતિ આનંદેલ્લાસ અને તે દાનની સ્મૃતિરૂપે તે સ્થાનેથી પચવર્ણના પત્થરોનું કરેલ ગ્રહણ, સુપાત્રદાનનું તાત્કાલિક ફળ, પત્થરના બનેલ રત્ન, ગુણસાર શેઠ તથા તેમની પત્ની સુભદ્રાએ કરેલ સુંદર ધમરાધન, ધર્મારાધનનાં પ્રભાવથી બંને દેવલોકમાં અને અનુક્રમે ત્યાંથી જનાર મેક્ષમાં. 3. કૃપણ શિરોમણું વિશ્વભૂતિ = (પેજ 18 થી ૪ર) ધર્મપ્રવૃત્તિ કરતાં મિથ્યાભાવ રહેલું હોય અથવા નિદાન કર્યું હોય તો તેના પરિણામે પાપાનુબંધી પુણ્ય બંધાય છે તેથી પાપાનુ બંધી પુણ્ય ઉપર વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા, મિથ્યાભાવથી ધર્મારાધન કરેલ તેથી વિશ્વભૂતિને અઢળક સંપત્તિની પ્રાપ્તિ, પણ અતિ લેભવૃત્તિથી ન કરેલ સંપત્તિનો વ્યય કે ભેગોપભોગ, દેવભદ્ર શેકીને ત્યાં વ્યાજે મૂકેલા રૂપિયા, તે લેવા વિશ્વભૂતિનું તે શ્રેણીના ઘેર પ્રયાણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust