Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પ્રાચીન સંસ્કૃતિ અને આપણે વારસે ૫ સિવાય બીજે ક્યાંયે સંસ્કૃતિની પરંપરા અખંડિત ચાલુ રહી નહિ. ભારે પરિવર્તને, વિગ્રહ અને આક્રમણ થવા છતાંયે આ બંને દેશમાં પ્રાચીન સંસ્કૃતિઓની ધારા અખલિત વહેતી રહી છે. એ ખરું છે કે, એ બંને દેશો તેમની પ્રાચીન મહત્તાથી આજે કેટલાયે નીચે પડ્યા છે તથા તેમની પ્રાચીન સંસ્કૃતિઓ જમાનાઓથી એકઠી થયેલી ધૂળ અને ગંદકીના થર નીચે ઢંકાઈ ગઈ છે. છતાયે એ સંસ્કૃતિઓ જીવન્ત છે અને આજે પણ હિંદની પ્રાચીન સંસ્કૃતિના પાયા ઉપર હિંદીઓની જીવનપ્રણાલી રચાયેલી છે. દુનિયામાં આજે નવીન પરિસ્થિતિ પેદા થઈ છે, અને આગબોટ, રેલવે તથા મેટાં મોટાં કારખાનાંઓએ જગતની શિકલ બદલી નાખી છે. એમ પણ બને કે એ બધું હિંદની સૂરત પણ બદલી નાખે. એ ફેરફારની શરૂઆત પણ થઈ ચૂકી છે. પરંતુ ઠેઠ ઈતિહાસના આરંભકાળથી માંડીને અનેક લાંબા યુગો વટાવી આજ સુધી ચાલુ રહેલી હિન્દની સંસ્કૃતિ અને સુધારાના લાંબા વિસ્તાર અને અખંડ પરંપરા વિષે વિચાર કરે એ અતિશય રસદાયક છે અને અદ્ભુત આનંદ આપે છે. એક રીતે આપણે હિન્દનાં આ હજાર વરસના વારસો છીએ. જે દેશ પાછળથી બ્રહ્માવર્ત, આર્યાવર્ત, ભારતવર્ષ અને હિન્દુસ્તાન નામથી ઓળખાવાને હતે તેનાં હરિયાળાં મેદાનોમાં વાયવ્ય સરહદના પહાડેના ઘાટોમાંથી આવનાર પ્રાચીન લેકના આપણે સીધા વંશજો હોઈએ એ સંભવિત છે. પર્વતના ઘાટમાંથી પિતાનાં ધણું સાથે પસાર થઈને નીચેની અજાણી ભૂમિમાં પ્રવેશતાં તું તેમને કલ્પનામાં નથી જોઈ શકતી ? એ બહાદુર અને સાહસની ભાવનાથી ઊભરાતા લકેએ પરિણામની પરવા રાખ્યા વિના આગળ વધવાની હામ ભીડી. એમ કરતાં તેમણે મરણની દરકાર ન કરી અને તેને હસતે મેંએ ભેટયા. પરંતુ જીવન ઉપર તેમને પ્રેમ હતું અને તેઓ જાણતા હતા કે જીવનને આનંદ અનુભવવાનો એકમાત્ર ઉપાય નિર્ભય બની પરાજય તથા આપત્તિ વિષે બેપરવા રહેવું એ છે. કારણકે પરાજય અને આપત્તિને નિર્ભય લેકેથી દૂર રહેવાને સ્વભાવ છે. આગેકૂચ કરતા કરતા, સમુદ્ર તરફ ભવ્ય ગતિથી વહેતી ભગવતી ભાગીરથીના કાંઠા સુધી અચાનક આવી પહોંચેલા આપણું એ દૂરના પૂર્વજોને વિચાર કર. ગંગાના એ નવદર્શનથી તેઓને આનંદ કેટલે ઊભરાઈ ગયે હશે ! તેને પ્રણિપાત કરીને પિતાની સમૃદ્ધ અને સુરીલી વાણીમાં તેમણે તેની સ્તુતિ ગાઈએમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?