Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૪ | જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈરાન-એ દેશમાં કેટકેટલાં સામ્રાજ્ય ફાલ્યાં ત્યાં અને એક પછી એક વિસ્મૃતિમાં લુપ્ત થઈ ગયાં! એમાંનાં સૌથી પુરાણાં સામ્રાજ્ય બાબિલેનિયા, એસીરિયા અને ખાડ્યિાનાં હતાં. બાબિલેન અને નિનેવા તેમનાં મહાન નગર હતાં. બાઈબલને “જૂને કરાર” એ નગરની પ્રજાના હેવાલોથી ભરપૂર છે. એ પછીના કાળમાં પણ ઇતિહાસની એ પ્રાચીન ભૂમિમાં બીજાં સામ્રાજ્ય ફાલ્યાંલ્યાં અને લય પામ્યાં. ઍરેબિયન નાઈટસની જાદુઈ નગરી બગદાદ પણ અહીં જ આવી હતી. પરંતુ સામ્રાજ્ય ઊભાં થાય છે અને નાશ પામે છે તેમ જ મેટા મેટા રાજાઓ અને પ્રતાપીમાં પ્રતાપી સમ્રાટોયે માત્ર અલ્પ કાળ માટે જ આ જગતની રંગભૂમિ ઉપર દમામથી વિચરે છે. પણ સંસ્કૃતિઓ ચિરકાળ ટકે છે. જોકે ઈરાક અને ઈરાનની પ્રાચીન સંસ્કૃતિઓ પ્રાચીન મિસરની સંસ્કૃતિની માફક સદંતર નાશ પામી છે.
પ્રાચીન કાળમાં ગ્રીસ ખરેખર મહાન હતું. આજે પણ લેકે તેની કીર્તિગાથા વાંચી આશ્ચર્યચકિત થાય છે. તેની આરસની પ્રતિમાઓનું સૌંદર્ય જોઈને આપણે આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ છીએ. તેના પુરાણા સાહિત્યના જે અવશેષો આજે મળે છે તે આપણે ભક્તિભાવ અને આશ્ચર્યથી વાંચીએ છીએ. કેટલીક રીતે, અર્વાચીન યુરેપ પ્રાચીન ગ્રીસનું સંતાન છે એમ કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. ગ્રીસના આચારવિચારની યુરોપ ઉપર એટલી ભારે અસર થઈ છે. પરંતુ ગ્રીસની એ મહત્તા આજે ક્યાં છે? એ પુરાણી સંસ્કૃતિ લુપ્ત થયા પછી અનેક યુગે વીતી ગયા અને તેની જગ્યાએ નવા આચારવિચાર દાખલ થયા છે. બાકી આજે તે યુરેપના અગ્નિ ખૂણામાં ગ્રીસ નામનો એક નાનું સરખે દેશ માત્ર રહ્યું છે.
મિસર, નેસાસ, ઈરાક અને ગ્રીસ એ બધાં નાશ પામ્યાં છે. - બાબિલેન અને નિનેવાની જેમ તેમની પુરાણી સંસ્કૃતિઓ પણ નાશ પામી છે. તે પછી આ પુરાણી સંસ્કૃતિના બીજા બે પ્રાચીન સાથીઓના શા હાલ થયા ? હિન્દુ અને ચીનની શી સ્થિતિ છે ? બીજા દેશોની જેમ તેમાં પણ એક પછી એક સામ્રાજ્ય ઊભાં થયાં અને નાશ પામ્યાં. અહીં પણ આક્રમણ થયાં અને વિશાળ પાયા ઉપર વિનાશ અને લૂંટફાટ ઇત્યાદિ થયાં. સદીઓ સુધી એક રાજવંશે રાજ્ય કર્યું અને પછી તેની જગ્યા બીજા રાજવંશે લીધી. બીજા દેશોની જેમ હિન્દ અને ચીનમાં પણ આ બધું બન્યું. પરંતુ હિન્દ અને ચીન