Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર દેષ રહિત, વિધિસહિત દ્રવ્યક્રિયાની પ્રવૃત્તિમાં પરિણતિવાળે અને વસ્તુસ્વરૂપ સાધવાની રુચિવાળે તથા શબ્દાદિનયની અપેક્ષાએ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રાદિરૂપ આત્મસમાધિમાં મગ્ન થએલો સાધક ભાવમગ્ન કહેવાય છે. આવરણ રહિત સંપૂર્ણ વસ્તસ્વરૂપમાં મગ્ન થએલે સિદ્ધ ભાવમગ્ન કહેવાય છે. અહીં ગુણસ્થાનાદિના ક્રમ વડે વિશુદ્ધ સ્વસ્વરૂપના આનન્દમાં મગ્નતા હોય છે, તેમાં મગ્નનું સ્વરૂપ બતાવવા આચાર્ય કહે છે–સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શાત્ર-એ ઇન્દ્રિયાના બૂહ-સમૂહને પ્રત્યાહાર કરીને એટલે વિષયરૂપ સંસારથી નિવારીને. કારણ કે “પ્રત્યાહસ્વિન્દ્રિયાન વિખ્યો સમાતિ” વિષાથી ઈન્દ્રિએને નિવૃત્ત કરવી એ પ્રત્યાહાર કહેવાય છે. તથા ચેતના અને વીર્યની એકતાના વિકલ્પરૂપ પિતાના મનને સમાધિમાં સ્થાપીને એટલે વિષથને નિરોધ કરી અને, આત્મદ્રવ્યની સાથે એકાગ્રતા કરીને “વસ્તુ ત૨ેવાર્થમાત્રમાનપૂર્વનામ” ધ્યેય અર્થ માત્રને પ્રકાશ થવો-આભાસ કે તેને સમાધિ કહે છે. એટલે માત્ર આત્મસ્વરૂપને પ્રકાશની એકતા તે સમાધિ, તેને વિશે મનને સ્થાપીને, ચિન્માત્ર–ચૈતન્યસ્વરૂપ -જ્ઞાનસ્વરૂપ આત્માને વિશે વિશ્રાન્તિ-સ્થિરતા કરનાર આત્મા મગ્ન કહેવાય છે, કારણકે મુખ્યત્વે આત્મા દર્શન અને જ્ઞાનમય છે-“વત્તો નાગવંતા ગુહિં” આત્મા જ્ઞાન અને દર્શનગુણુ વડે ઉપગવાળો છે. માટે જ્ઞાનસરૂપ સ્વદ્રવ્યને વિષે સ્થિરતા કરનાર આત્મા મગ્ન જાણો. વિષાનુષ્ઠાન, પારલોકિક ઈચ્છાથી જે કરાય તે ગરનુકાન-એ ને દગ્ધાનુષ્ઠાન કહેવાય છે. આ