Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન સામગ્રી
જૂનાગઢના નવાબોના દીવાનશાહી (નવાબે મુઘલ સત્તાના દીવાન હતા એ દષ્ટિએ) સિક્કા પણ મુઘલ બાદશાહના નામે પડાતા, એમાં ઘણું લખાણ ફારસીમાં અને થોડું નાગરીમાં હતું ને હિજરી સનની સાથે સાથે વિક્રમ સંવતનું વર્ષ પણ અપાતું. આગળ જતાં નાગરીમાં સો સરાર અને ફારસીમાં રિયાસતે ગૂનાઇટ લખાતું. સેનામાં તથા ચાંદીમાં કેરીનું અને તાંબામાં દેકડાનું ચલણ કપ્રિય હતું. એમાં દેકડો છેક સુધી ચાલુ રહ્યો.
નવાનગર રાજયના શરૂઆતના સિક્કા ગુજરાતના સુલતાન મુઝફરશાહ ૩ જાનું નામ તથા હિ. સ. ૯૭૮નું વર્ષ ધરાવતા. એમાં નાગરીમાં શ્રીનામ ઉમેરાતું. જમ વિભાજીએ (૧૮૫૨-૯૫) નાગરીમાં જામનું નામ, સિક્કાનું મૂલ્ય, અને ટેકશાળનું નામ તથા વિક્રમ સંવતનું વર્ષ આપવાની નવી પદ્ધતિ પ્રવર્તાવી. આ સિક્કાઓમાં પણ સેનાની કેરી, ચાંદીની કરી અને તાંબાના દોકડા મુખ્ય હતા. ૧૯૦૦ પછી આ રાજયે સિક્કા પડાવવા બંધ કર્યા.૦૩
ભાવનગરના સિક્કા કરછના સિક્કા જેવા છે. એના અગ્રભાગ ઉપર ફારસીમાં મુઘલ બાદશાહનું નામ અને પૃષ્ઠભાગ ઉપર નાગરીમાં વાહીદુર બિરૂદ હોય છે.૮૪
રાધનપુરના નવાબ જોરાવરખાને (૧૮૨–૭૪) ત્રણેય ધાતુઓમાં સિક્કા પડાવેલા. એમાં અગ્રભાગ પર ફારસીમાં વિકટેરિયાનું નામ તેમ બિરૂદ, ટંકશાળનું નામ અને ઈસવી સનનું વર્ષ ને પૃષ્ઠભાગ પર ફારસીમાં નવાબનું નામ, સિક્કાનું મૂલ્ય અને હિ. સ.નું વર્ષ દર્શાવેલું હોય છે. નવાબ બિસમિલ્લાખાન(૧૮૭૪–૯૫) ના ચાંદીના સિક્કા મળ્યા છે.૮૫
ખંભાતના નવાબના સિક્કાઓ પર ફારસીમાં નવાબનું નામ તથા હિજરી વર્ષ અને ટંકશાળનું નામ હોય છે. ક્યારેક ફારસીમાં રિયાસતે ક્વાયત કે ગુજરાતીમાં “શ્રીખંભાત બંદર” અને ગુજરાતીમાં સિકકાનું મૂલ્ય તથા વિક્રમ સંવતનું વર્ષ હોય છે. આ સિક્કા ચાંદીના અને તાંબાના છે. તાંબાના પૈસા વિ. સં. ૧૯૬૮ સુધીના મળ્યા છે.૮૬
આમ આ કાલના બ્રિટિશ હિંદના તથા સ્થાનિક રાજ્યના સિક્કા ગુજ. રાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસમાં પરિવર્તનનું વહેલું મોડું પ્રતિબિંબ પાડે છે, એટલું જ નહિ, એની વિગતે ગુજરાતના સિક્કાશાસ્ત્રમાં વિપુલ માહિતી પૂરી પાડે તેમ છે.
૭. વર્તમાનપત્રો અને સામયિકે મુદ્રણકલાના પ્રચલન સાથે વર્તમાનપત્ર અને સામયિક અર્વાચીન ઇતિહાસના મહત્વનાં સાધન બન્યાં છે. ગુજરાતમાં બ્રિટિશ શાસન સ્થપાયું ત્યારે એનું