Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૩
સાધન સામગ્રી
ગુજરાતમાં સત્તાના કેંદ્રસ્થાને અગાઉ પેશવા-ગાયકવાડ હતા ને હવે એનું સ્થાન બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા ક*પનીએ લીધુ', છતાં વર્ષો સુધી અહીંના સિક્કાઓ ઉપર દિલ્હીના મુઘલ બાદશાહેાનું નામ ચાલુ રહેલુ ! આથી એ પરથી તેની સત્તા અહીં ચાલુ રહી હેાવાનું અનુમાન તારવવું અસ્થાને છે. મુઘલ બાદશાહનું નામ આપવાની પ્રથા ૧૮૫૮ માં એ બાદશાહતના અંત આવવાની સાથે બંધ થઈ, પરંતુ સિક્કા ઉપર ફારસી ભાષાના ઉપયાગ એ પછી પણ ચાલુ રહ્યો !
હવે મુંબઈમાં મશીનથી સિક્કા પડવા લાગ્યા અને એની ઉપર અંગ્રેજી લખાણુ આવવા લાગ્યું, છતાં એમાં મુઘલ બાદશાહ શાહઆલમ ૨ જાનું વર્ષ ૪૬ દર્શાવાતુ ! ઈ. સ. ૧૮૨૫ થી ઈસવી સનનું વર્ષ અપાવા લાગ્યું. અગ્રભાગ ઉપર કંપનીનું રાજચિહ્ન અને રામન આંકડામાં સિક્કાનું મૂલ્ય દર્શાવાતું. ૧૮૩૪ થી બ્રિટિશ હિંદમાં એકસરખી સિક્કા-પદ્ધતિ અપનાવવામાં આવી. હવે એમાં મુઘલ બાદશાહને બદલે બ્રિટિશ રાજાનુ' નામ અપાયુ ને રાજાની આકૃતિ પણ ઉમેરાઈ, કંપનીનું નામ અંગ્રેજીમાં ને સિક્કાનું મૂલ્ય અંગ્રેજીમાં તથા ફારસીમાં અપાતું. હવે ૧૮૦ ગ્રેનનુ મુખ્ય તાલમાન મુકરર થયું. 'પનીના સિક્કા સાનાના, ચાંદીના અને તાંબાના હતા.૭૮
૧૮૫૮ માં કંપનીના શાસનના અંત આવ્યા ને બ્રિટિશ તાજનું સીધું શાસન શરૂ થયું, સિક્કાઓ પર ક ંપનીનું નામ રદ થયું ને પૃષ્ઠભાગ પર અંગ્રેજીમાં INDIA શબ્દ ઉમેરાયા. રાણીની છષ્મી સાથે VICTORIA QUEEN લખાતું તેને બદલે ૧૮૭૭ થી VICTORIA EMPRESS લખાવા લાગ્યું, એડવ` ૭ માના સિક્કાઓ પર શહેનશાહની આકૃતિ તાજ વિનાની હાઈ એ સિક્કા બેડિયા રાજાના સિક્કા તરીકે ઓળખાતા, એના સેાનાના સિક્કા પડચા નથી. તાંબાને બદલે કાંસાના અને નિકલના સિક્કા પણ પડાયા, ખેાડિયા રાજાની ટાલવાળી આકૃતિ સામે પ્રજામાં વિરાધ થયેલા. જ્યા ૫ માના સિક્કાઓ પર શહેનશાહની આકૃતિ તાજવાળી અને શાહી પોશાકવાળી રખાઈ, પરંતુ એમાં ઝભ્ભા ઉપર ચીતરેલી હાથીની સૂંઢ ભૂડ જેવી લાગતાં મુસ્લિમાને રજ થયા ને પછી એ ભૂલ સુધારી લેવામાં આવી.૭૯ આમ વિદેશી શાસકેાને શાસિત પ્રજાની લેાકલાગણી લક્ષમાં લેવાની ફરજ પડતી. વળી અંગ્રેજોના આ સિક્કા ઉપર ફારસી લખાણ ઉત્તરાત્તર ઘટતુ જતાં આખરે એનું મૂલ્ય દર્શાવવામાં એ સીમિત રહ્યું તે એ પણ વિકલ્પરૂપે, ખાકીનુ બધું લખાણ છેવટે અંગ્રેજીમાં અપાતું થયું. સિક્કાઓ પર શાસાની ભાષાને પ્રભાવ ઘણા પડતા રહ્યો છે.