________________
શ્રી ધર્મ સંગ્રહ.
भवविनियोगेन कन्यादानं प्राजापत्यः २ गोमिथुनदान पूर्वमार्षः ३ यत्र यज्ञार्थमृत्विजः कन्याप्रदानमेव दक्षिणा स दैवः । एते धा विवाहाचत्वारः गृहस्थोचित देवपूजनादि व्यवहाराणा मेतदंतरंगकारणत्वात् । मातुः पितुरंधूनां चा प्रामाण्या परस्परानुरागेण समवाया गांधर्षः ५ पणबंधेन कन्यापदानमासुरः ६ प्रसह्य कन्याग्रहणाद्राक्षसः ५५ सुप्तप्रमसकन्या ग्रहणात्पैशाचः ८ एते चत्वारोऽधाः । यदि वधूवरयोरनपवाद परस्परं रूचिरस्ति तदा अधा अपि धाः । (८) शुद्धकलालाभफलो विवाहः तत्फलं च सुजातसुतसंततिरनुपहता चित्तनिर्वृत्तिहकत्य मुविहितत्व माभिजात्याचारविशुद्धलं देवातिथिवांधवसत्कारानवद्यत्वं चेति । कुलवधूरक्षणोपाया स्त्वेते गृहकर्मविनियोगः परिमितोऽर्थसंयोगः अस्वातंत्र्यं सदा च मातृतुल्यस्त्रीलोकावरोधनमिति च ॥ ५ ॥
આઠ પ્રકારના કહેવાય છે. તેમાં કન્યાને શણગારી તેનું દાન કરવું, તે પહેલો બ્રાહ્મ વિવાહ કહેવાય છે. વૈભવ આપી ( પહેરામણી આપી ) કન્યાદાન કરવું, તે બીજે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. ગાયની જોડી આપી કન્યાદાન કરે, તે ત્રીજે આર્ષ વિવાહ કહેવાય છે. જેમાં યજ્ઞ માટે વરેલા બ્રાહ્મણને દક્ષિણામાં કન્યા આપવી, તે થે દેવ વિવાહ કહેવાય છે. આ ચાર ધાર્મીક વિવાહ ગણાય છે કારણ કે, ગૃહસ્થને યોગ્ય એવા દેવ પૂળ વિગેરે વ્યવહારનું એ અંતરંગ કારણ છે. માતા, પિતા અને બંધુઓની સંમતિ વિના પરસ્પર અનુરાગથી સ્ત્રી પુરૂષ પરણે, તે પાંચમો ગાંધર્વ વિવાહ કહેવાય છે.
કાંઈ પણ “પણ” કરી કન્યા આપે તે છો આસુર વિવાહ કહેવાય છે, બળાત્કાર કન્યાનું હરણ કરે તે સાતમો રાક્ષસ વિવાહ કહેવાય છે, સુતેલી અથવા ગફલતમાં રહેલી કન્યાને ઉપાડી જાય તે આઠમ પિશાચ વિવાહ કહેવાય છે, આ ચાર અધર્મ વિવાહ ગણાય છે. જે વહુ વર વચ્ચે કોઈ જાતના અપવાદ વિના પરસ્પર રૂચિ થાય, તો તે અધર્મ વિવાહ, પણ ધર્મ વિવાહ કહેવાય છે. ( ૮ ) . - શુદ્ધ સ્ત્રીને લાભ થવારૂપ જેનું ફળ છે, તે વિવાહ કહેવાય. તેવા વિવાહનાં ફળ