________________
૨૦૦
શ્રી ધર્મ સંગ્રહ,
तम्हागाहातित्थंकरगाहा-यस्मादसन्नपि विरति परिणामः प्रयत्नाजायते प्रयत्नं विना चा कुशलकर्मोदयात् सन्नपि प्रतिपतति तस्मात्कारणान्नित्यस्मृत्या सार्वदिकस्मरणेन भगवति यतितव्यमिति । ( ८९ )
तथा बहुमानेन भावप्रतिबंधेन च शब्दः समुच्चये अधिकृतगुणेऽगीकृतगुणे सम्यकाणुव्रतादाविदं पूर्वपदाभ्यामुत्तरपदेन च सह प्रत्येकं योज्यते । तथा प्रतिपक्ष जुगुप्सया मिथ्यात्व प्राणिवधायुद्वेगेन तथा परिणत्या लोचनेनाधिकृत गुणविपक्षभूता मिथ्यात्व प्राणाति पातादयो दारुणफला अधिकृत गुणा वा सम्यक्त्वाणु व्रतादयः परमार्थ हेतव एव (९०) इत्येवं विपाकपर्या लोचनेन च शब्दः समुच्चय एव तथा तीर्थकरभक्त्या परमगुरुविनयेन तथा सुसाधुजन पर्युपासनया भाव यतिलोक सेवया च शब्दः समुच्चये एव तथा उत्तर गुण श्रद्धया प्रधानतर गुणाभिलाषेण
પરિણામ પ્રયત્ન કર્યાંથી થાય છે, અને પ્રયત્ન વિના અકુશળ કમને ઉદય થાય, તે સત એ પણ વિરતિ પરિણામ પડી જાય છે.” તે કારણ માટે સર્વદા સ્મરણ કરવાથી શ્રી ભગવંતને વિષે યત્ન કરવો. તે યત્ન શેનાથી કરે, તે કહે છે. [ ૮૮ ] બહુ માનથી એટલે ભાવથી. અહીં જ શબ્દનો અર્થ અને ' એ થાય છે. અંગીકાર કરેલા સમ્યકત્વ અણુવ્રત પ્રમુખ ગુણને વિષે યત્ન કરે. “ પૂર્વનાં બે પદ અને ઉત્તર પદની સાથે પ્રત્યેકમાં આનો સંબંધ જોડો. ' પ્રતિ પક્ષની જુગુપ્સા એટલે મિથ્યાત્વ તથા પ્રાણીની હિંસા પ્રત્યે ઉદ્વેગ–તે વડે કરીને તથા પરીણામને વિચાર કરીને એટલે “અંગીકાર કરેલા ગુણના પ્રતિપક્ષી એવા મિથ્યાત્વ તથા પ્રાણાતિપાત વિગેરે ભયંકર ફલ આપનારા છે, અને ને અંગીકાર કરેલા સમ્યકત્વ તથા અણુવ્રત વિગેરે ગુણે પરમાર્થના હેતુ છે.” [ ૯૦ ] એમ પરીણામને વિચાર કરીને તેને વિષે પ્રયત્ન કરે. અહીં પણ ર શબ્દ સમુચ્ચય અર્થમાં છે, તથા તીર્થંકરની ભક્તિથી એટલે પરમ ગુરૂના વિનયથી તેમજ ઉત્તમ સાધુ જનની ઉપાસનાથી એટલે ભાવ યતિ લેકની સેવા કરવાથી તેમાં યત્ન કરે. અહીં પણ ૫ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, તથા ઉત્તર ગુણની શ્રદ્ધાથી એટલે પ્રધાન ગુણના અભિ