________________
૨૧૪
શ્રી ધર્મ સંગ્રહ,
चानुमतिरप्रतिषिद्धा अपत्यादि परिग्रहसद्भावात् तैर्हिसादिकरणे तस्यानुमति प्राप्तेरन्यथा परिग्रहा परिग्रहयोरविशेषेण प्रजिता प्रवजितयोरभेदापत्तेः । त्रिविध त्रिविधादयस्तु भंगा गृहिणमाश्रित्य भगवत्युक्ता अपि कचित्कत्वान्नेहाधिकृताः वाहुल्येन पद्भिरेव विकल्पैस्तेषां प्रत्याख्यानग्रहणात् वाहुल्यापेक्षयावास्य सूत्रस्य प्रवृत्तेः कचित्कत्वं तु तेषां विशेषविषयत्वात् ( ११६ ) यथाहि यः किल प्रविविजिषुः पुत्रादिसंतति पालनाय प्रतिमाः प्रतिपद्यते यो वा विशेष स्वयंभू रमणादि गतं मत्स्यादि मांसं दंतिदंत चित्रक चर्मादिकं स्थूलहिंसादिकं वा कचिदवस्थाविशेषे प्रत्याख्याति स एव त्रिविधत्रिविधादिना करोतीत्यल्पविषयत्वानोच्यते तथा द्विविधं ટ્રિવિતિ દ્રિતીથી મંગાર ( ૧૭ )
અભિગ્રહવાળાને કરવું અને કરાવવું બેજ હોય છે, એમ કાંઈ નથી. તેને અનુમોદન પણ નિષેધ નથી. કારણકે, તેને છોકરા વિગેરે પરિગ્રહ હોવાથી તેઓ હિંસા કરે તે. તેમાં તેને અનુમોદન કરવાની પ્રાપ્તિ આવવા સંભવ છે. અન્યથા પરિગ્રહ અને અપરિગ્રહના અવિશેષથી પ્રવજિત અને અપ્રત્રજિતની વચ્ચે અભેદ આવી જાય. ત્રિવિધ ત્રિવિધ વડે–ઈત્યાદિ ભાંગાએ ગૃહસ્થને આશ્રીને ભગવતિ સૂત્રમાં કહેલા છે, પણ તે કવચિત કહેલા હોવાથી તેને અહીં અધિકાર નથી. કારણકે, ઘણું કરીને તેનું પ્રત્યાખ્યાન છ વિકલ્પથી જ ગ્રહણ કરેલું છે. અથવા બાહુલ્યની અપેક્ષા વડે આ સૂત્ર [ ભગવતી ! ની પ્રવૃત્તિ છે. તેમાં જે કવચિત કહેવાપણું દર્શાવ્યું છે, તે તેને વિશેષ વિષય હવાને, લઇને છે. [ ૧૧૬ ]
જેમકે, દિક્ષા લેવાની ઇચ્છાવાળે પુરૂષ પુત્રાદિ સંતતિનું પાલન કરવાનું પ્રતિક મા વહન કરે, અથવા સ્વયંભૂ રમણમાં રહેલ મત્સ્યનું માંસ, હાથી દાંત, અને ચિત્રક મૃગનું ચર્મ અથવા સ્થળ હિંસાદિક જે કઈ અવસ્થા વિશેષ પ્રત્યાખ્યાન કરે, તેજ પુરૂષ ત્રિવિધ ત્રિવિધ વડે ઈત્યાદિ પ્રકારમાં આવી શકે છે. તે વિષય અલ્પ હોવાથી અહીં કહેવાતો નથી. એવી રીતે “ દ્વિવિધ દ્વિવિધ વડે ” એ બીજો ભાંગે જાણ. ( ૧૭ )