________________
२४०
શ્રી ધર્મ સંગ્રહ
___ एवं सामान्येन पंचाप्यणुव्रतान्युपदय नामग्राहं तानि पंचभिः श्लोकैर्विवरीपुः प्रथमं प्रथमाणुव्रतमाह ( १२७ )
निरागो बींद्रियादीनां संकल्पाच्चानपेक्षया । हिंसाया विरतिर्या सा स्यादणुव्रतमादिमम् ॥ २५ ॥
निरागसो निरपराधा ये वीदियादयो द्वित्रिचतुः पंचेंद्रियजीवाः तेषां संकल्पात् अस्थिचर्मदंतमांसाधर्थममुं जंतुं हन्मीति संकल्पपूर्वकं च पुनः अनपेक्षया अपेक्षामंतरा या हिंसा प्राणव्यवरोपणं तस्या या विरतिः निवृतिः सा आदिमं प्रथम अणुव्रतं स्याद्भवेत् । निराग इति पदेन निरपराधजंतुविषयां हिंसां प्रत्याख्याति सापराधस्य तु नियम इति व्यज्यते ( १२८ ) दीद्रियादिग्रहणेन त्वेकेंद्रियविषयां हिंसां कर्तुं न क्षम इत्याच
એવી સામાન્યપણે પાંચ અણુવ્રત દર્શાવી. હવે તે પાંચ વૃતને નામ ગ્રહણ પૂર્વક પાંચ લેક વડે વિવરણ કરવાની ઈચ્છા રાખી પહેલું અણુવ્રત કહે છે. (૧૨૭)
દ્વિત્રિય વિગેરે નિરપરાધી પ્રાણુને સંકલ્પથી અને અપેક્ષા સિવાય હિંસાથી જે વિરામ પામવું, તે પહેલું અણુવ્રત કહેવાય છે. રપ
નિરપરાધી એવા જે બેઈદ્રી વિગેરે એટલે બેઈદ્રી, તઈદ્રી, ચતુરિદ્રીય અને પંચેંદ્રીય જીવ તેમની સંકલ્પથી એટલે “અસ્થિ, ચર્મ, દાંત અને માંસાદિકને અર્થે હું આ જંતુને મારૂં.” એવા ઈરાદા પૂર્વક તેમજ કાંઈ પણ અપેક્ષા રાખ્યા સિવાય હિંસા કરવાથી વિરામ પામવું–નિવૃત્ત થવું, તે પેહેલું અણુવ્રત કહેવાય. મૂલમાં નિરાગ ( નિરપરાધી) એ પદ આપ્યું છે, તેથી જે નિરપરાધી જંતુઓ છે, તેમની હિંસાના પચ્ચખાણ કરે, અને જે સાપરાધી જંતુ હોય તે વિષે નિયમ કરે, એ બંગાથે નીકળે છે. (૧૨૮) દ્વાદિયાદિ એ પદ ગ્રહણ કરવાથી એકેંદ્રિય સંબંધી હિંસા કરવાને અશક્ત હોય છે, એમ સૂચવે છે. સંકલ્પથી એમ કહેવું છે, તેથી અનુબંધ હિંસા ·