________________
શ્રી ધર્મ સંગ્રહ.
૧૮૩
आधारः यथा धरातलमंतरानिरालंब जगदिदं न तिष्टति एवं धर्मजगदपि सम्यक लक्षणाधार व्यतिरेकेण न तिष्टेदिति ४ भायणंति भाजनं पात्र मित्यर्थः यथाहि पात्रविशेष विना क्षीरादि वस्तु विनश्यति एवं धर्मवस्त्वपि सम्यकभाजनं विना ५ निहित्ति निधिः यथाहि निधिव्यतिरेकेण महाईमणि मौक्तिक कनकादि द्रव्यं न प्राप्यते तथा सम्यक्त्क निधानमतरा चारित्रधर्मरत्नमपि ६ इत्येताभिः षड्भिर्भावनाभिर्भाव्यमानमिदं सम्यकमविलंबेन मोक्षसुखसाधकं भवतीति । (६८) षट् स्थाने अत्थित्ति अस्ति विद्यते शब्दस्यावधारणार्थत्वाजीव इति गम्यते एतेन नास्तिकमतं निरस्तं १ निचोत्ति स च जीवो नित्य उत्पत्तिविनाशरहितः
પાયા વગર નિશ્રળ થતું નથી, તેથી સમ્યકત્વ ધર્મરૂપ પ્રાસાદને મજબુત પાયો છે.
આધાર–જેમ પૃથ્વી વિના નિરાધાર જગત રહી શકતું નથી, તેમ ધર્મરૂપ જ ગત પણ સમ્યકત્વરૂપ આધાર વિના રહી શકતું નથી.
ભાજન એટલે પાત્ર. જેમ કાંઈ પાત્ર વિના દુધ વિગેરે વસ્તુઓ વિનાશ પામી જાય છે, એવી રીતે ધર્મરૂપી વસ્તુ પણ સમ્યકત્વરૂપ પાત્ર વિના વિનાશ પામે છે.
સમ્યકત્વ એ નિધિ–ભંડાર છે. જેમ મેટા મુલ્યવાળાં મણિ, મોતી, અને સુવર્ણ વિગેરે દ્રવ્ય, નિધિ શિવાય પ્રાપ્ત થતું નથી, તેમ સમ્યકત્વરૂપ નિધિ વિના ચારિત્ર ધર્મરૂપ રત્ન પ્રાપ્ત થતું નથી.
આ પ્રમાણે છ ભાવના વડે ભાવિત એવું સમ્યકત્વ વિલંબ વગર મોક્ષ સુખનું સાધક થાય છે. (૬૮ )
એ સમ્યકત્વનાં છ સ્થાન છે, તે આ પ્રમાણ
૧ શરિત ” એટલે “ છે ” વિદ્યમાન છે, એ શબ્દને અર્થ અવધારણ (નિશ્ચયજ) એ થાય છે, તેથી જીવ એ ઉપરથી અધ્યાહાર લેવો, એટલે “ જીવ છે ” એ અર્થ થાય, આથી નાસ્તિક મત ઉડી જાય છે.