________________
૧૯૬
શ્રી ધર્મ સંગ્રહ
दीपोत्सवादौ वा टमंगल ढौकनं । नित्यं पर्वसु वा वर्ष मध्ये कियद्वारं वा खाद्य स्वाद्यादि सर्व वस्तूनां देवस्य गुरोश्च प्रदान पूर्व भोजनं । प्रति मासं प्रति वर्ष वा महाध्वज प्रदानादि विस्तरेण स्नात्र महापूजा रात्रिजागरणादि । नित्यं वर्षादौ कियद्वारं वा चैत्यशाला प्रमार्जनं समारचनादि । प्रति वर्ष प्रति मासं वा चैत्ये गरुत्क्षेपण दीपार्थ पुंभिका कियद्दीप घृत चंदनखंडादेः शालायां मुखवस्त्रजपमाला पोंछन कचरवलकाद्यर्थकियद्वस्त्रमूत्रकंबलोर्णादेश्च मा चनम् । वर्षासु श्राद्धादीना मुपवेशनार्थ कियत्पट्टिकादेः कारणं । प्रति वर्ष सूत्रादि नापि संघ पूजा कि यत्साधर्मिवात्सल्यादि च । ( ८१ ) प्रत्यहं कियान् कायोत्सर्गः स्वाध्यायः त्रिशत्यादि गुणनं च । नित्यं दिवा नमस्कार सहिता दे रात्री दिवस चरमस्य च प्रत्याख्यानस्य करणंः द्विः सकृद्वा प्रतिक्रमणादि
વર્ષને મધ્ય ભાગે કેટલીક વાર ખાજા, સ્વાદ્ય વિગેરે સર્વ વસ્તુ દેવ અને ગુરૂને આપ્યા પછી પોતે જમવી. પ્રતિમાસ વા પ્રતિવર્ષ ચૈત્ય ઉપર મહા ધ્વજ ચડાવ. અને વિસ્તારથી સ્નાત્ર, મહાપૂજા, અને રાત્રિ જાગરણ વિગેરે કરવાં. હમેશાં વર્ષની આદિમાં અથવા કેટલીક વાર ચૈત્યશાળા સુધારવી અને સમારવી. પ્રતિવર્ષે વા પ્રતિ માસે ચૈત્યમાં પીંછા નાખવાં, દીવા માટે પુંભડી, કેટલુંક દીવાનું ઘી, ચંદન ખંડ વિગેરે રાખવાં. શાલામાં મુખ વસ્ત્રિકા (મુહપત્તી) જપમાલા, પુંજણા, કાજે કાઢવાને કેટલાક વસ્ત્રના સૂત્ર, કાંબલ અને ઉણ પ્રમુખ મુકવાં. જેમાસામાં શ્રાવકાદિકને બેસવા માટે કેટલાક પાટલા વિગેરે કરાવવા. દરર સૂત્રાદિકથી સંઘપૂજા અને કેટલુંક સાધર્મિ વાત્સલ્ય કરવું. ( ૮૧ ) હમેશાં કેટલાક કાર્યોત્સર્ગ, સ્વાધ્યાય અને ત્રણ સો પ્રમુખ ગણવા. હમેશાં દિવસે નમસ્કાર સહિત દિવસના છેલ્લા પિહેરના પચ્ચખાણ કરવાં. બે વાર અથવા એક વાર પ્રતિક્રમણ પ્રમુખ નિયમથી કરવું.
અહીં શંકા કરે છે કે, અવિરત અવસ્થામાં વિરતિના પરિમાણનો અભાવ છે, અને પ્રત્યાખ્યાન તથા પ્રતિક્રમણાદિ તે વિરતિ ધર્મનાં કર્તવ્ય છે, તે તેને અંગીકાર કરવાથી