________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૪૫
त्येवं रूपेणेति यावत् वस्तुतो भूतार्थे नेत्यस्य शुद्धनयेनेत्यर्थः-" ववहारो भू अत्यो भू अत्थो देसिओ असुद्धण ओत्ति " वचनात् तेन व्यवहारमात्ररुचेर्यो विच्छेदः सह संमत्येत्यस्य सहात्मना संगता मतिः संमतिस्तया उपदेश निरपेक्ष क्षयोपशमेने त्यर्थः १ परोपदेश प्रयुक्तं जीवाजीवादिपदार्थविषयि श्रद्धानं उपदेशरुचिः परस्तीर्थ करस्तद्वचनानुसारी छद्मस्थो वा केवल ज्ञानमूलकत्व प्रयुक्तो पदेशरुचिः तज्जन्यबोधरुचिर्वे (२८) ति निष्कर्षः तदुक्तं सूत्रकृते" लोगं अयाणित्तिह केवलेणं कहति जे धम्यमयाणमाणा ।
णासंति अप्पाणपरं चणट्ठा संसार घोरंमि अणोरपारे ॥ १ ॥
૮ ક્રિયારૂચિ, ૯ સંક્ષેપરૂચિ, અને ૧૦ ધર્મરૂચિ, એવા દશ પ્રકારનું સમ્યકત્વ થાય છે. ભૂતાર્થ–સત્યઅર્થની સાથે સંમતિવડે છવા જીવાદિ નવ પદાર્થ સંબંધી રૂચિ તે નિસગરૂચિ નામે સમ્યકત્વ કહેવાય છે. ભૂતાર્થ એ શબ્દનો અર્થ ભાવ પ્રત્યય પ્રધાન નિર્દેશ કરી ભૂતાર્થપણું એમ કરે. અર્થાત આ સભૂત-સત્ય એવા અર્થ છે. વસ્તુતાએ ભૂતાર્થ એટલે શુદ્ધ નવડે એવો અર્થ થાય, કારણકે, એવું વચન છે કે, વ્યવહાર ભૂતાર્ય, અને શુદ્ધ નય એ ભૂતાર્થ કહેલો છે. ” વ્યવહાર માત્રની રૂચિને જે વિચ્છેદ તે સહસંમતિ એટલે આત્મા સાથે સંગત-મળેલી જે મતિ તે સંમતિ કહેવાય, અચાત ઉપદેશની અપેક્ષા વગરનો ક્ષયે પશમ એવો અર્થ થાય.
બીજું ઉપદેશ રૂચિ સમ્યકત્વ છે. પપદેશ વડે પ્રયુક્ત, છવાછવાદિ પદાર્થ વિષયની જે શ્રદ્ધા તે ઉપદેશરુચિ કહેવાય છે, તેનો સાર એવો છે કે, પર એટલે તીર્થંકર અથવા તેમના વચનને અનુસરનાર છદ્મસ્થ તેમણે કેવળ જ્ઞાનમૂળ જેલી જે ઉપદેશની રૂચિ અથવા તેથી જનિત એવા બેધની રૂચિ તે ઉપદેશ રૂચિ સમ્યક કહેવાય છે. (૨૮)
તે વિષે સૂત્રકૃતાંગ [ સુગડાંગ ] સૂત્રમાં કહેલું છે કે, “ જે કેવળજ્ઞાન વડે લોકને જોઈ ધર્મમય હદય વડે ધર્મ કહે છે, અને પરઆત્માને જાણે છે, તે ઘર સંસા