________________
६४
શ્રી ધર્મ સંગ્રહ,
" तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबंधे देवे रागद्वेषमोहादिमुक्ते । साधौ सर्वग्रंथसंदर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः " इति ॥ मुनिना गीतार्थेन સાપુના પશેડવારિત . થોરું નિશાથે– (૧) - “ સંસારલુમફળો વિવાળી વિરપુરીયાળ ! વો નિ:पणत्तो पकप्पजइणा कहे अव्वोत्ति " ॥ प्रकल्पयतिनेति अधीतनिशीथाध्ययनेन परा अशेषतीर्थीतरीयधर्मातिशायितया प्रकृष्टा कार्या प्रज्ञापनीया । कीदृशस्य पुरतः सा कार्येत्याह । शुश्रूषोः श्रोतुमुपस्थितस्य । मुनिना च किं ज्ञानपूर्वमारव्ये ये त्याह । बालादिभावमित्यादि । बालादीनां त्रयाणां धर्मपरीक्षकाणां आदिपदेन मध्यमबुद्धिबुधयो ग्रहणात् । भावं परिणामविशंषं स्वरूपं वा संज्ञाय सम्यक् अवैपरीत्येन ज्ञात्वा अवबुध्य तस्य त्रिविधस्य धर्मपरीक्षकस्य रूचिरूपलक्षणमिदं षोडश प्रकरणोक्तं । (२)
“ સત્ય અને હિંસાનો પ્રબંધ જેમાં નાશ પામ્યો હોય, તેવા ધર્મમાં, રાગ, દ્વેષ તથા મેહ વિગેરે રહિત એવા દેવામાં અને સર્વ પરિગ્રહથી રહિત એવા મુનિમાં જે નિશ્ચલ અનુરાગ તે સંવેગ કહેવાય છે. ” તેવી સંવેગ કરનારી દેશના મુનિ એટલે ગીતાર્થ સાધુએ આ પવી. તેવા મુનિ સિવાય બીજાને ધર્મપદેશ આપવાનો અધિકાર નથી. તે વિષે નિશીથ સૂત્રમાં કહેલું છે. (૧)
“ સંસારનાં દુઃખને નાશ કરનાર અને ભવિજનરૂપ પુંડરિક-કમળને બોધ કરનાર એવો શ્રી જીન પ્રણિત ધર્મ પ્રકલ્પ યતિએ કહેવો.” અહીં પ્રકલ્પ યતિ એટલે નિશીથાધ્યયન જેણે અધિત કર્યું હોય, તેવા સાધુ લેવા. તે દેશના પરા એટલે બધા બીજા તીર્થના ધર્મથી અતિશય હોવાથી ઉત્કૃષ્ટ એવી આપવી. તે દેશના કેવા પુરૂષની આગળ કરવી ? તે કહે છે. જે સાંભળવાને પ્રાપ્ત થાય તેને કહેવી, તે દેશના મુનિએ શું જાણુને કહેવી ? તે કહે છે. બાલાદિ ભાવને જાણીને કહેવી. બાલ વિગેરે ધર્મના ત્રણ જાતના પરીક્ષકે છે. આદિ શબ્દથી મધ્યમ બુદ્ધિ અને બુધનું ગ્રહણ કરવું. એટલે બાલ, મધ્યમ બુદ્ધિ અને બુધ-એ ત્રણ જાતના પરીક્ષકનો ભાવ એટલે પરિણામ અથવા સ્વરૂપ સારી રીતે જાણીને એટલે અવિપરીત પણે જાણીને તેને દેશના આપવી. તે બાલાદિ ત્રણ પ્રકારના ધર્મ પરીક્ષ