________________
શ્રી ધર્મ સંગ્રહ.
૧૦૧
मानेव । अथ यादशाद नयो दृष्टांतदाष्टींतिकभावोऽभूतं साक्षादेव दर्शयबाह । “ वर्तमानताकल्पं कृतकत्वमिति "। यादशी अतीतकालसमयानां वर्तमानता तत्कल्पं क्रियमाणत्वमित्युपन्यसितुं युक्तं स्यात् । यादशि चात्मनि प्रागुपन्यस्ता हेतव उपपद्यते तमन्वयव्यतिरेकाभ्यामाह । “ परिणामिन्यात्मनि हिंसादयो भिन्न भिन्ने च देहादिति " । परिणमनं परिणामः द्रव्यरूपतयाऽवस्थितस्यैव वस्तुनः पर्यायांतरपतिपत्तिः यदुक्तंपरिणामो ह्यांतरगमनं न च सर्वथा व्यवस्थानं न च सर्वथा विनाशः ( ७६ ) परिणामः तद्विदामिष्टः परिणामो नित्यमस्यास्तीति परिणामी तत्र आत्मनि जीवहिंसादयः प्राग्निरूपिता उपपद्यते तथा भिन्ने पृथग्रूपे अभिन्ने च तद्विपरीते चकारो विशेषणसमुच्चये कस्मादित्याह देहात् शरीरात् । अन्नैवार्थे विपक्षे वाधामाह । “ अन्यथा तदयोग इति " ।
-
“જે અતીત કાળનું વર્તમાન કાળના જેવું તે કૃતકત્વ છે.” અતીતકાળના સમયની જેવું વર્તમાનકાળપણું તેના જેવું તે છે એટલે ક્રિયમાણપણું લેવું યુક્ત છે. હવે જેવા આત્માને વિષે પૂર્વે હેતુઓ સ્થાપિત કર્યા છે, તે આત્માને અન્વયે (તેને ભાવ) અને વ્યતિરેક [ તેને અભાવ ] વડે કહે છે.
પરિણામી એવા આત્માને દેહથી ભિન્ન અને અભિન્ન લઈને હિંસાદિ ઉપપાદન થાય છે.” પરિણામ એટલે દ્રવ્યરૂપે રહેલી વસ્તુને બીજા પર્યાયની પ્રાપ્તિ. તે વિષે કહ્યું છે. ” પરિણામ એટલે અર્થાતર ગમન સારાંશ કે, સર્વથા વ્યવસ્થા નહીં, તેમ સર્વથા વિનાશ નહીં તે. [ ૭૬ ] તે પરિણામ તેના જ્ઞાતાઓને ઈષ્ટ છે. એ પરિણામ જેને નિત્યે હેય તે પરિણામી કહેવાય. તેવા પરિણામ આત્માને વિષે પૂર્વે નિરૂપણ કરેલા જીવ હિંસાદિ પ્રતિપાદિત થાય છે. તેમ તે ભિન્ન એટલે જુદા રૂપે અને અભિન્ન એટલે તેથી વિપરીત [ એકરૂપે ] છે. અહીં જ શબ્દ વિશેષણ સમુચ્ચયના અર્થમાં છે. તે કોનાથી ભિન્ન ? તે કહે છે–દેહથી-શરીરથી. એ વિષે વિપરીત પક્ષ લેતાં જે બાધ આવે તે કહે છે –