________________
શ્રી ધર્મ સંગ્રહ,
दर्शनाचारनिर्देशः अधुना गुणप्रधानः । उपतॄहणं नाम समानधार्मिकाणां सद्गुणप्रशंसनेन तवृद्धिकरणं । ( २६ ) स्थिरीकरण धर्माद्विषीदता तत्रैव स्थापनं । (२७) वात्सल्यं समानधार्मिक जनोपकारकरणं । (૨૮) ગુમાવના વર્ષાહિમિસ્તી સ્થાપનોતિ . (૨૨) કુળકથનथायं निर्देशो गुणगुणिनोः कथंचि दख्यापनार्थ एकांताभेदे गुणनिवृत्ती गुणिनोऽपि निवृत्तेः शून्यतापत्तिरिति । ( ३० ) चारित्राचारोऽष्टधा पंच समितित्रिगुप्तिभेदात् तत्स्वरूपं च प्रतीतमेव । तप आचारस्तु द्वादश विधः बाह्यांतर तपाषद्कद्वयभेदात् तत्र अनशनमूनोदरता वृत्तिसंक्षेपण रसत्यागः कायक्लेशः संलीनतेति बाह्यं तपः प्रोक्तं । प्रायश्चित्तं ध्यानं वैयाश्त्यविनयावथोत्सर्गः स्वाध्याय इति तपाषट्प्रकारमाभ्यंतरं भवति ।
ઉપવૃંહણ એટલે સાધર્મિ બંધુઓના સદગુણની પ્રશંસા કરી તેમના ગુણની વૃદ્ધિ કરવી. (૨૬)
સ્થિરીકરણ એટલે ધર્મથી સીદાતા માણસને તે ધર્મમાં રાખવા. [ ૨૭] વાત્સલ્ય એટલે સાધર્મિ જનને ઉપકાર કરે. [ ૧૮ ] પ્રભાવના એટલે ધર્મકથા વિગેરેથી તીર્થની ખ્યાતી કરાવવી. (૨૯).
આ ગુણ પ્રધાન નિર્દેશ ગુણ તથા ગુણને ભેદ જણવા માટે છે. જે એક તેમને અભેદ લઈએ તે ગુણની નિવૃત્તિ થતાં ગુણીની પણ નિવૃત્તિ થાય અને શૂન્ય પણાની પ્રાપ્તિ થાય. ( ૩૦ )
ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી તે આઠ પ્રકારને થાય છે. તેનું સ્વરૂપ જણાય તેવું છે.
તપ આચાર છ બાહ્ય તપ અને છ અદ્ભુતર તપ મળી બાર ભેજવાળે છે. તેમાં અનશન, ઊનદરતા, વૃત્તિસંક્ષેપણ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છે પ્રકારનું બાહ્યતપ કહેલું છે. પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, ઉત્સર્ગ, અને સ્વાધ્યાય એ છ પ્રકારનું આત્યંતર તપ કહેલું છે. [ ૩૧ ].