________________
શ્રી ધર્મ સંગ્રહ.
ઉત્તરા(૨) “નામ# મત પ્રજ્ઞા સુમરાન વિરતા gિ प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा" ॥ बलायां दृष्टौ दृढदर्शनं स्थिरं मुखमासनं परमातत्वश्रुश्रूषा योगगोचरा क्षेपस्थिरचित्ततया योगसाधनोपाय कौशलं च भवति । दीपायां दृष्टौ प्राणायामः प्रशांतवाहिता लाभाद योगोत्थान विरहः तत्त्व श्रवणं प्राणेभ्योऽपि धर्मस्याधिकत्वेन परिज्ञानं तत्त्वश्रवणतो गुरूभक्तेरुद्रेका समापत्यादिभेदेन तीर्थदर्शनं च भवति ।(१२) तथा मित्रा दृष्टिस्तृणाग्निकणोपमा तत्वतोऽभीष्टकार्यक्षमा सम्यक् प्रयोगकालं यावदनवस्थानात् अल्पवीर्यतया ततः पटुवीज संस्काराधानानुपपत्तेः विकलपयोगादतो वंदनादि कार्यायोगादिति । तारादृष्टि !मयाग्निकणसदृशीयमप्युक्तकल्पैव तत्वतो विशिष्ट वीर्यस्थितिविकलत्वा दतोपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः तदभावे प्रयोगावैकल्यात्ततस्तथा तत्कार्याभावादिति । (१३)
જાણવાને અશક્ય છે, એથી તે દૃષ્ટિ શિષ્ટાચાર પૂર્વક પ્રવે છે. કહ્યું છે કે, (૧૧) “ અમારી બુદ્ધિ મેટી નથી, અમારે શાસ્ત્રનો મોટો સંગ્રહ થયો નથી. પણ તેમાં શિષ્ટ પુરૂષો સદા પ્રમાણરૂપ છે, એમ માનીએ છીએ. ” ત્રીજી બાળા નામની દૃષ્ટિમાં દઢ દર્શન રહેલું છે. સ્થિર અને સુખકારી આસન હોય છે, તત્વ સાંભળવાની પરમ ઈચ્છા થાય છે, અને યોગના વિષયમાં આવતા આક્ષેપવડે ચિત્ત સ્થિર થવાથી યોગ સાધનના ઉપાય મેળવવાની કુશળતા થાય છે.
ચેથી દીપ્રા દૃષ્ટિમાં પ્રાણાયામ થાય છે, પ્રશાંત વાહિતા-નાડીના લાભને લીધે અયોગ ઉત્થાનનો અભાવ થાય છે, તત્વ શ્રવણ કરાય છે. ધર્મ પ્રાણથી પણ અધિક છે, એમ પરિજ્ઞાન થાય છે, અને તત્વ શ્રવણથી ગુરૂ ભક્તિ વિશેષ થવાને લીધે સમાપત્તિ વિગેરે ભેદથી શ્રી તીર્થંકરનું દર્શન થાય છે. (૧૨)
મિત્રા દૃષ્ટિની ઉપમા ઘાસના અગ્નિના તણખા જેવી છે. તત્વથી ઈષ્ટ કાર્ય કરવાને સમર્થ છે, પણ સારી રીતે પ્રયોગ કરવાના સમય સુધી તે રહી શકતી નથી, તેથી અલ્પ વિપણાને લઈ બીજના ૫ટુ સંસ્કારના આધાનની ઉપપત્તિ સિદ્ધિ થતી નથી. કારણ કે, તે પ્રયોગ વિકળ હોવાથી વંદનાદિ કાને યોગ થતું નથી.