________________
૭
બે સૂરિવરોનું સુભગ મિલન
(આધાર : વ્યિ ગુચ્છ સપ્તમ : ઘટના સત્ય - પ્રશ્ન પૃચ્છા કાલ્પનિક) પછી તે ઉંદર પણ રવાના થયો.
વિ.સં.૧૧૫૦ ની આસપાસમાં અર્હત્તા શ્રી સંઘમાં ઉત્તમ આચારસંપન્ન આત્માઓની શ્રેણી હતી. સંખ્યા અને સત્ત્વ એ બન્ને દષ્ટિએ તપાગચ્છ સંઘ ટોચ પર હતો. તે સમયે આચાર્યશ્રી સોમતિલકસૂરિ મહારાજ તપાગચ્છના સુકાની હતા. સિન્દ્ર પ્રકર ના રચયિતા આચાર્યશ્રી સોમપ્રભસૂરિ મહારાજના તેઓ ગુરુ મહારાજ. આ આચાર્યશ્રી સોમપ્રભસૂરિ મહારાજે વ્યાકરણ શાસ્ત્રનો અભ્યાસ કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજના ચરણોમાં બેસીને કર્યો હતો. તેઓ આ આચાર્યશ્રીના વ્યક્તિત્વના અંશોથી પ્રભાવિત થયા હતા તેનું વર્ણન “ધુમારપાત ડિવોદ્દો" એ નામનાં ચરિત્રગ્રન્થમાં કર્યું છે.
આ બાજુ ખરતર ગચ્છમાં આચાર્યશ્રી જિનપ્રભસૂરિ મહારાજ પ્રભાવક અને વિદ્વાન કવિ હતા. રોજ એક સ્તોત્રની રચના કર્યા પછી પચ્ચક્ખાણ પા૨વાનો નિયમ હતો. એમ રોજ રોજ રચાતાં સ્તોત્રનો ઢગલો થઈ ગયો ! પોતે સ્વયં પ્રબુદ્ધ હતા અને રચનાઓ પણ પ્રાસાદિક અને પક્ષ-પ્રૌઢ હતી. આવી મૂલ્યવાન રચનાઓનો માણીગર મળે તો જ તેની સાર્થકતા ગણાય, તેથી એ ચિંતા રહેતી હતી. એ માટે દેવતાઓનો આદેશ મેળવ્યોઃ “યપાગચ્છચિરકાળ જયવંતો વર્તવા છે.” એ વચન મુજબ તપાગચ્છના શિરમોર આચાર્ય મહારાજની શોધ ચલાવી. નામ મળ્યું. મળવાનો દૃઢ સંકલ્પ કર્યો અને તે દિશામાં વિહાર શરૂ કર્યો.
આજે ચારૂપ તીર્થથી ડીસાને રસ્તે જંઘરાલ ગામ આવે છે તે ગામ તે વેળાએ સમૃદ્ધ હતું. જંઘરાલમાં વિરાજમાન સૂરિજીને મળવા તેઓશ્રી ત્યાં પધાર્યા. ગામમાં જ્યાં ખરતર વસતી હતી ત્યાં સ્થિરતા કરી.
એ જ અરસામાં આચાર્યશ્રી સોમતિલકસૂરિ મહારાજવિહાર કરતાં કરતાં જંઘરાલ ગામે પધાર્યા હતા. વન્દના તથા સાતા પૃચ્છા પછી સામાન્ય કુશળ પ્રશ્ન ચાલુ હતા. એવામાં એક સાધુ ગોચરી માટે જવાની ઝોળી લઈને આવ્યા એ મોટા આચાર્ય મહારાજને બતાવી કે હમણાં જ કોઈક ઉંદરે આવી આ ઝોળી કાતરી ખાધી છે.
તે વખતે ત્યાં બેઠેલા આચાર્યશ્રી જિનપ્રભસૂરિ મહારાજે મુખ દ્વારા કોઈ મંત્રનો પ્રગટ પાઠ કર્યો. તે વખતે એ પરિસરમાં હતા તે બધા ઉંદર હાજર થઈ ગયા. સૂરિજીએ કહ્યું કે “આ ઝોળી જેણે કાતરી હોય તે અહીં રહે અને બાકી બધા જાય !” સાંભળતાં વેંત એક ઉંદર રહ્યો અને બાકી બધા રવાના થઈ ગયા. સૂરિજીએ એ ઉંદરને સમજાવી બુઝાવ્યો. ઉંદરે માથું જમીન સાથે ટેકવીને સ્વીકાર કર્યો. હવે ફરીથી નહીં થાય તેવી સંજ્ઞા કરી સૂરિજીએ રજા આપી;
Jain Education International
ધન્ય ધરા
ઘણા સમયે આવા ગીતાર્થ જ્ઞાની સૂરિવર મળ્યા હતા તેથી થોડા પ્રશ્નોની ચર્ચા કરી. જિનપ્રભસૂરિ મહારાજ તપાગચ્છની સામાચારીથી પરિચિત હતા. તેમણે પ્રશ્ન શરૂ કર્યા :
આ કાલગ્રહણની વિધિનો મર્મ વિચાર્યો હશે ?
પાટલી, સજ્ઝાય પઠવવા પાછળનો આશય તમારા ખ્યાલમાં હશે. એ બધી વિધિમાં એક પણ સૂત્રનો ઉચ્ચાર બીજી વાર થાય તો આખું સૂત્ર ફરીથી બોલવાનું થાય, આ બધી વિધિમાં શુદ્ધિપૂર્વક જ આગમ ગ્રન્થનો પાઠ કરી શકાય. આમાં ચિત્તની નિર્મળતા, શુદ્ધિ અને એકાગ્રતાનો આગ્રહ છે.
“નયરૂં નળ નીવ નોનિ વિયાળો" એ મંગલ ગાથામાં જયગાણંદો પદન્યાસ પાછળનું પ્રયોજન ખબર હશે જ.
પ્રતિક્રમણમાં ત્રણ ગાથા ચિંતવતી વખતે મિડું અને ગુત્તિ પદની વચ્ચે માવા પદ સહેતુક મુકાયું છે તેનો હેતુ આપે વિચાર્યો હશે.
આગમ ગ્રન્થોનું અવતરણ થયું તે સમયનાં દિક્કાલ સ્વચ્છ અને પ્રસન્નતા પ્રેરક હતા, તેવા જ દિક્કાલમાં આગમગ્રન્થો ધારી
શકાય.
આ બહુમાન પછી જોગની વિધિ અને એકાંતમાં કરવાનું ઔચિત્ય બરાબર પાળવાનું હોય છે. સામાચારીમાં પણ સવારના પડિલેહણમાં સજ્ઝાય કરતી વેળા ખભે કપડો જરૂરી ગણાયો અને ત્યાં તો છેલ્લે સજ્ઝાય એ ક્રમ સમજાય છે પણ બપોરના પડિલેહણમાં સજ્ઝાય તો વચ્ચે આવે છે અને ત્યાં ખભે કપડો નથી મૂકવાનો તેની પાછળનાં કારણો વિચારાયા હશે.
તપગચ્છનાં સતત વિકાસની વાત સમ્યગ્ દિષ્ટ દેવ દ્વારા જાણ્યાની વાત કરીને પોતે જે સ્તોત્રોની રચના કરી છે તે સાતસો સ્તોત્ર અર્પણ કર્યાં. આપના શિષ્યો -પ્રશિષ્યો આનું સમ્યગ્ અધ્યયન-અધ્યાપન કરી-કરાવીને જ્ઞાનના ભાગી બને તેવી શુભેચ્છા પ્રગટ કરી.
આચાર્યશ્રી સોમતિલકસૂરિ મહારાજ અને તેઓનું શિષ્યવૃન્દ ખૂબ ખુશ થયાં અને એ સ્તોત્રમાંથી સ૨ળ-સુગમ સ્તોત્રોને જુદા તારવીને ભણવા લાગ્યા.
ભેગા થયેલા શ્રાવકોને અન્ય અન્ય ગચ્છના સૂરિવરો કેટલા હેત-પ્રેમથી મળે છે, તેના ચિહ્ન રૂપે બન્નેની આંખમાં અમી દેખાયા તેથી તેઓ પણ ઘણાં રાજી થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org