________________
૭૭૪ ]
દર્શન અને ચિંતન કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓ અને તાત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનંદઘન, દેવચંદ્ર અને યશોવિજયજીનાં કેટલાંક પદ્ય ભાવની સૂક્ષ્મતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાંયે તે બધાં પદ્ય જન સંપ્રદાયની જ વસ્તુને સ્પર્શી સાધારણ જૈનેતરને દુર્ગમ એવી જૈન પરિભાષા અને જૈન શૈલીમાં જ રચાયેલાં હેઈ સાધારણ ગુજરાતી સાક્ષથી છેક જ અપરિચિત જેવાં રહ્યાં છે, તેમ શ્રીમદનાં કેટલાંક પદ્ય વિશે પણ છે. પૂજ્ય ગાંધીજી દ્વારા આશ્રમ ભજનાવલીમાં “અપૂર્વ અવસર’, વાળું ભજન દાખલ ન થયું હોત તે એ સાધારણ જનતાને કાને ક્યારેય પડયું હતું એ વિશે શંકા છે.
- શ્રીમદનું “આત્મસિદિશાસ્ત્ર” પણ દેહરામાં છે. એને વિષય તદ્દન દાર્શનિક, તપ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હેવાથી, એનું મૂલ્યાંકન લેકપ્રિયતાની કસોટીથી શક્ય જ નથી. વિશિષ્ટ ગુજરાતી સાક્ષને પણ એમનાં પદ્યનો આસ્વાદ લેવો હોય, તો જેમ સાધારણ કાવ્યના રસાસ્વાદ માટે અમુક સંસ્કારની તૈયારી આવશ્યક છે, તેમ જૈન પરિભાષા અને જૈન તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સંસ્કાર મેળવવા આવશ્યક છે. વેદાંતનું મર્મસ્થાન સ્પર્યા સિવાય સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાને પણ શ્રીહર્ષનાં પદ્યોના ચમત્કારે આસ્વાદી ન શકે. સાંખ્યપ્રક્રિયાના પરિચય સિવાય કાલિદાસનાં કેટલાંક પદ્યની રચનાની અપૂર્વતા અનુભવી ન શકાય. તે જ ન્યાય શ્રીમદનાં પદ્ય વિશે છે.
જેમ જૈન જનતામાંથી પ્રમાણમાં મોટે ભાગ આનંદધનજી આદિનાં પોની વસ્તુઓને સાંપ્રદાયિક જ્ઞાન અને પરંપરાગત સંસ્કારને લીધે જલદી સ્પર્શી લે છે, તેમ શ્રીમદનાં પદ્યમાંની વસ્તુઓને પણ જલદી સ્પર્શ લે છે. કાવ્યના રસાસ્વાદ વાતે જોઈને બીજા સંસ્કારની ઊણપ પ્રમાણમાં જૈન જનતામાં વધારે હેઈ, તે કાવ્યના બાહ્ય શરીરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા અસમર્થ જોવામાં આવી છે. તેથી કાં તે ભક્તિવશ, ન હોય તેવા ગુણે પણ ઈષ્ટ કવિતાઓમાં આરોપી દે છે અને કાં તે હોય તે ગુણ પણું, તે પારખી શકતી નથી. શ્રીમદનાં પડ્યો વિશે પણ જૈન જનતામાં કાંઈક આવું જ જોવામાં આવ્યું છે. પ્રજ્ઞા
શ્રીમદમાં પ્રજ્ઞાગુણ ખાસ હતા એ દર્શાવું તે પહેલાં મારે અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે હું પ્રજ્ઞાગુણથી કઈ શક્તિઓ વિશે કહેવા ઈચ્છું છું. સ્મૃતિ, બુદ્ધિ, મર્મજ્ઞતા, કલ્પનાસામર્થ્ય, તર્કપટુતા, સતઅસતવિવેક-વિચારણું અને. તુલના સામર્થ્ય–આટલી શક્તિઓ મુખ્યપણે અત્રે પ્રજ્ઞા શબ્દથી વિવક્ષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org