________________
બૃહત્ ક્ષેત્ર સમાસ વિવેચન–અહીં મૂલગાથામાં “પુષ્યવિહું” નપુંસક પ્રગ પાત હેવાથી કરેલ છે. પાણિની પાકૃત લક્ષણમાં કહ્યું છે કે “ઘાતક્ષો સિદ્ધ થfમવાર” પાકૃતલક્ષમાં લિંગનો ફેરફાર પણ થાય છે. આથી ગ્રંથકારે નપુંસક લિંગ કરેલ છે.
બે વિભાગમાં મહાવિદેહ ક્ષેત્ર છે. એક પૂર્વ મહાવિદેહ અને બીજું પશ્ચિમ મહાવિદેહ તેમાં મેરુપર્વતથી પૂર્વ દિશા તરફ વિદેહ છે તે પૂર્વ વિદેહ કહેવાય છે. શીતા મહાનદીથી તેના બે વિભાગ થયેલા છે. તે આ પ્રમાણે એક ઉત્તર તરફનું પૂર્વ મહાવિદેહ અને બીજુ દક્ષિણ તરફનું પૂર્વ મહાવિદેહ.
જે મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં છે તે પશ્ચિમ મહાવિદેહ કહેવાય છે. શીતાદા મહાનદીથી તેના બે વિભાગ થયેલા છે તે આ પ્રમાણે–એક ઉત્તર તરફનું પશ્ચિમ મહાવિદેહ અને બીજું દક્ષિણ તરફનું પશ્ચિમ મહાવિદેહ. ૩૬ ૧
હવે સામાન્યથી વિજયી જણાવે છે. सीयासीओयाण, वासहराणंच मज्झयारम्मि। विजयावक्खारागिरी,अंतरनइवणमुहा चउरो॥३६२॥ છાયા-શીતાણીતોથોર્ષ રોગ મધ્યરા.
विजया वक्षस्कारगिरयः अन्तरनद्यो वनमुखानि चत्वारि ॥३६२॥
અર્થ–શીતા-શીદા નદી અને વર્ષધર પર્વતેની વચમાં વિજય, વક્ષસ્કાર પર્વતો, અંતરનદીઓ અને ૪ વનમુખ છે.
વિવેચન–શીતા મહાનદી, શીદા મહાનદી અને નિષધપર્વત, નિલવંત પર્વતની વચમાં ૩ર વિજે, ૧૬ વક્ષરકાર પર્વતે, ૧૨ અંતરનદીઓ અને ૪ વનમુખો આવેલા છે.
શીતા મહાનદી સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાં એક ઉત્તર કાંઠે, એક દક્ષિણ કાંઠે તથા શીદા મહાનદી સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાં એક ઉત્તરકાંઠે, એક દક્ષિણ કાંઠે એમ કુલ ૪ વનમુખો છે. ૩૬૨
હવે વિજયની લંબાઈ લાવવાની રીત કહે છે. वइदेहा विक्खंभा, नइमाणं पंच जोयणसयाइं। सोहित्ता तस्सहं,आयामो तेसिमो होइ॥२६३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org