________________
૨૪૪
બહત ક્ષેત્ર સમાસ વ્યાખ્યા કરનારની અપેક્ષાઓ એટલે અહીંની અપેક્ષાએ દક્ષિણ તરફ (આપણું પાછલી બાજુ રહેલ) લવણસમુદ્ર છે તે પછી ધાતકીખંડના ઈષકાર પર્વતની પૂર્વ તરફ પડેલું ભરતક્ષેત્ર, ત્યાર પછી બીજુ હિમવંતક્ષેત્ર, ત્યાર પછી ત્રીજું હરિવર્ષક્ષેત્ર ત્યાર પછી મધ્યભાગમાં ચોથું મહાવિદેહ ક્ષેત્ર, ત્યાર પછી પાંચમું રમ્યક્ષેત્ર, ત્યાર પછી છઠું હૈરયવંતક્ષેત્ર અને ત્યાર પછી સાતમું એરવતક્ષેત્ર આવેલું છે. ત્યાર પછી ઉત્તર તરફને ઇષકાર પર્વત છે. તથા દક્ષિણ દિશામાં રહેલ ઇષકાર પર્વતની પૂર્વ તરફ ઉપર મુજબ ક્ષેત્રો રહેલા છે. તેમ પશ્ચિમ દિશા તરફ પણ પહેલું ભરતક્ષેત્ર, ત્યાર પછી બીજુ હેમવંતક્ષેત્ર, ત્યાર પછી ત્રીજું હરિવર્ષક્ષેત્ર, ત્યાર પછી મધ્યભાગમાં ચોથું મહાવિદેહક્ષેત્ર, ત્યારપછી પાંચમું રમ્યફક્ષેત્ર, ત્યાર પછી છટકું હૈરણ્યવંતક્ષેત્ર, અને ત્યાર પછી સાતમું ઐરાવતક્ષેત્ર આવેલું છે. ત્યાર પછી ઉપર કહેલ ઉત્તર તરફને ઇષકાર પર્વત આવે. ૬. (૪૯૪).
હવે ભરત આદિ ક્ષેત્રોને આકાર કહે છે. अरविवरसंठियाई,चउलक्खा आययाइं खित्ताई। . સંત સંવિત્તડું, તરવુંમે girlણો(૪૧૬) છાયા-વિવરસંસ્થિતાનિ વતી રક્ષા: સાયતાનિ ક્ષેત્રા િ.
अन्तः संक्षिप्तानि रुन्दतराणि क्रमेण पुनः ॥७॥
અર્થ–આરાના પિલાણ જેવાં સંસ્થાનવાળા ક્ષેત્રો ચાર લાખ જન લાંબા, અંદર સાંકડા અને તે પછી ક્રમસર પહોળા-પહોળા છે.
વિવેચન—ધાતકીખંડના ભરતાદિ ક્ષેત્રો ગાડાના ચક્રના આરાના પોલા ભાગ સમાન છે. તે આ પ્રમાણે–ચક્રના નાભિસ્થાને જંબૂદીપ અને લવણસમુદ્ર છે, આરાના સ્થાને વર્ષધર પર્વત છે. તેથી વર્ષધર પર્વતના વચમાં રહેલા ક્ષેત્રો આરાના પોલા ભાગ જેવા લાગે છે. એટલે જાણે કે ધાતકીખંડ એ એક મહાનચક્ર (રથના પૈડા) સરખું છે, તેમાં જંબુદ્વીપ સાથે લવણસમુદ્ર એ આ ચક્રની નાભિ છે અને કાલોદધિસમુદ્ર એ ચક્રને વાટ (ચક્રને ફરતે લોખંડનો પટો અથવા પૈડાને ફરતું ટાયર) છે.
આવા પ્રકારના આ ધાતકીખંડદ્વીપરૂપી મહાચક્રમાં ૧૨ વર્ષધર પર્વ અને બે ઈષકાર પર્વતે મળી ૧૪ આરા સરખા છે, જયારે આ ૧૪ પર્વતની વસ ૧૪ મહાક્ષેત્રો આવેલા છે, માટે ક્ષેત્રો આરાના વિવર–આંતરા સરખા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org