________________
૪૧૪
બ્રહત ક્ષેત્ર સમાસ
૩૨ રતિકર પર્વત આ દરેક સોળે વાવડીના મધ્ય ભાગમાં જેમ એક એક દધિમુખ પર્વત અને તેને ઉપર સિદ્ધાયતન છે, તેમ દરેક દધિમુખ પર્વતની, બન્ને બાજુ (વાવડીની બહારના ભાગમાં) એક એક રતિકર પર્વત કુલ ૮ રતિકર પર્વત છે. ચારે દિશામાં થઇને કુલ ૩ર રતિકર પર્વત છે.
આ રતિકર પર્વત ૧૦૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ જન જમીનમાં અને ૧૦૦૦૦ યોજન લાંબા-પહોળા ગોળાકારે, ૩૧૬ ૨૩ યોજનથી અધિક પરિધિવાળા ઝલરી આકારના, સર્વરત્નમય-લાલવર્ણના છે, તેના ઉપરના મધ્યભાગમાં અંજનગિરિ પર્વત ઉપરના વર્ણનવાળું એક એક સિદ્ધાયતન છે, તેમાં ગભારો, મુખમંડપ, પ્રેક્ષામંડપ, સૂપ વગેરે તે પ્રમાણે છે. દરેકમાં ૧૨૪-૧૨૪ શ્રી જિનમૂર્તિઓ બીરાજમાન છે.
નંદીશ્વર દ્વીપમાં કુલ ૪ અંજનગિરિ, ૧૬ દધિમુખ, ૩૨ રતિકર પર્વતે મળીને ૪+૧૬+૩ર=પર શ્રી જિનમંદિરે કહેલા છે.
૧૬ દધિમુખ પર્વત ઉપરના જિનાલમાં ચાર લોકપાલના સોમ, યમ, વરુણ અને કુબેર દેવો મહોત્સવ કરે છે.
૩૨ રતિકર પર્વત ઉપરના જિનાલમાં ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, તિષી અને વૈમાનિક દેવ-દેવીઓ મહેસૂવ કરે છે.
આ પર્વતના અગ્નિખૂણામાં તથા નૈઋત્ય ખૂણામાં તથા ઇશાનખૂણામાં શક્રેન્દ્રની આઠ અગ્રમહિષીની ૪-૪ રાજધાનીઓ અને ઇશાનખૂણામાં તથા વાયવ્ય ખૂણામાં ઇશાન ઈન્દ્રની આઠ અગમહિષીની ૪–૪ રાજધાનીઓ આવેલી છે. કુલ ૧૬ રાજધાનીઓ છે.
આ રાજધાની રતિકર પર્વતથી એક લાખ જન દૂર અને એક લાખ જનના વિરતારવાળી લાંબીપહોળી જિનાલયથી યુક્ત છે. અર્થાત દરેક રાજધાનીમાં એકએક જિનાલય છે. દરેકમાં ૧૨૦–૧૨૦ શ્રી જિનપ્રતિમાઓ છે.
ઇશાનખૂણામાં રતિકર પર્વતની દિશામાં ઈશાનેન્દ્રની અગમહિષીઓની જે ૪ રાજધાની એક લાખ એજનના વિસ્તારવાળી છે. તેના નામ આ પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org