________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-નદીક્ચરદ્વીપનું સ્વરૂપ
૪૧૩
ધનુષની પિરિધવાળી એક એક સુંદર વાવડી છે, જેને ચારે દિશામાં ૩૦૦-૩૦૦ પગથિયા છે. આમ એક દિશામાં ૪ વાવડી, ચારે દિશામાં કુલ આવી ૧૬ વાવડીએ છે. આ વાવડીએ *પદ્મવેદિકા અને વનખંડથી વિટાયેલી છે.
વાવડીથી ૫૦૦ ચાજન દૂર ચારે દિશામાં એક એક અશાક, સપ્તપર્ણ, ચંપક અને આમ્રના મેટા ઉદ્યાન આવેલા છે. જે ધાના ૫૦૦ ચાજન પહેાળા અને એક લાખ ચાજન લાંબા છે.
લાખ ચેાજનના વિસ્તારવાળી વાવડીના મધ્યભાગમાં પ્યાલાના આકારે ૬૪૦૦૦ ચેાજન ઉંચા, ૧૦૦૦ ચેાજન જમીનમાં, બધે એક સરખા ૧૦૦૦૦ ચેાજન વિસ્તારવાળા ૩૧૩૨૬ યાજનથી અધિક પરિધિવાળા, દુગ્ધવર્ણવાળા, સ્ફટિકમય દિવમુખ નામના સુંદર પર્વત આવેલા છે. તેના ઉપરના મધ્યભાગમાં સુંદર અજનિગિર માફક સિદ્દાયતન–શ્રી જિનભવન આવેલું છે. ગભારા, મુખમંડપ, પ્રેક્ષામંડપ, સ્તૂપ વગેરે બધું તે પ્રમાણે જાણવું. ગભારામાં ૧૦૮ અને સ્તૂપ પાસે ૧૬ કુલ ૧૨૪–૧૨૪ શ્રી જિનમૂર્તિઓ છે. ચારે દિશામાં થઇને કુલ ૧૬ ધિમુખ પર્વતા એકસરખા વર્ણનવાળા છે.
અંજનિગર પર્વતની ચારે બાજુ જે વાડીએ છે તેના નામ આ પ્રમાણે છે. પૂર્વ દિશાના અંજનગિરિની ૧-પૂર્વ દિશામાં નંદુત્તરા, ર–દક્ષિણ દિશામાં નંદા, ૩-પશ્ચિમ દિશામાં આના અને ૪–ઉત્તર દિશામાં નંદિવર્ધના ( મતાંતર—નર્દિષેણા, અમેધા, ગાસ્તૂપા અને સુદર્શના ) નામની વાડીએ છે.
દક્ષિણ દિશાના અંજનગિરિની ૧-પૂર્વ દિશામાં ભદ્રા, ૨-દક્ષિણ દિશામાં વિશાલા, ૩–પશ્ચિમ દિશામાં કુમુદૃા અને ૪-ઉત્તર દિશામાં પુંડરિષ્ઠીણી ( મતાંતઃ– નંદુંત્તરા, નંદા, આનંદા અને નંદિવના ) નામની વાવડી છે.
પશ્ચિમ દિશાના અંજનગિરિની ૧-પૂર્વ દિશામાં નંદિષણા, ર-દક્ષિણ દિશામાં અમેાધા, ૩-પશ્ચિમ દિશામાં ગેાસ્તૂપા અને ૪–ઉત્તર દિશામાં સુદર્શના ( મતાંતરૅભદ્રા, વિશાલા, કુમુદૃા અને પુંડરષ્ઠીણી ) નામની વાવડીએ છે.
ઉત્તર દિશાના અંજનગિરિની ૧-પૂર્વ દિશામાં વિજયા, ર-દક્ષિણ દિશામાં વૈજયંતી, ૩–પશ્ચિમ દિશામાં જયંતિ અને ૪–ઉત્તર દિશામાં અપરાજિતા નામની વાવડીએ છે.
* કાઈક સ્થળે માત્ર વનખંડ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org