________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોને વિસ્તારનું સ્વરૂપ
૨૪૫ આ ૧૪ પર્વતો આરાના સ્થાને હોવાથી અંદર એટલે લવણસમુદ્ર તરફ જેટલાં પહેળા છે, તેટલા જ પહોળા બહાર એટલે કાલોદધિ સમુદ્ર પાસે પણ તેટલી જ પહોળા છે અને લંબાઈમાં બધા ૪ લાખ જન છે.
જયારે આંતરામાં રહેલ ભરત આદિ ૧૪ મહાક્ષેત્રોની પહોળાઈમાં બહુ વિષમતા છે. કેમકે અંદર એટલે લવણસમુદ્ર તરફ ક્ષેત્રોની પહોળાઈ ઓછી એટલે સાંકડા છે તે પછી ક્રમસર ચકના વિવર પ્રમાણે પહોળાઈ વધતી વધતી એટલે થોડા થોડા પહેળા પહોળા થતાં કલિદધિ સમુદ્ર પાસે પહોળાઈ ઘણી વધી જાય છે. આ ભરતાદિ ૧૪ ક્ષેત્રે લંબાઈમાં તો ૪ લાખ જન પ્રમાણ છે. ૭. (૪૯૫)
હવે આ ભરતાદિ ક્ષેત્રો અંદર એટલે લવણસમુદ્ર પાસે, મધ્યભાગમાં અને બહાર એટલે કાલેદધિસમુદ્ર પાસે વિરતારમાં કેટલા છે તે જણાવતા પહેલાં મુખને એટલે લવણસમુદ્ર પાસે વિસ્તાર લાવવાની રીત કહે છે. जंबूद्दीवा दुगुणा, वासहरा हुंतिधायईसंडे। उसुयारा साहस्सा,से मिलियाहुँतिमे खेत्तं॥८॥(४९६) છાયા– દળ વર્ષધર: મવત્તિ ધાતરી વળે.
इपुकारौ साहस्रौ ते मिलिताः भवन्ति इदं क्षेत्रम् ॥८॥
અથ–ધાતકીખંડમાં વર્ષધરપર્વતે જંબૂદ્વીપ કરતાં બમણા–બમણું વિસ્તારવાળા અને બે ઈષકાર પર્વત હજાર યોજના છે. આ બધું ભેગુ કરતાં આ પ્રમાણે ક્ષેત્ર થાય.
વિવેચન–જબૂદીપમાં રહેલા હિમવંત આદિ પર્વતના વિસ્તાર કરતાં ધાતકીખંડના હિમવંત આદિ પર્વતો બમણા વિસ્તારવાળા છે, જ્યારે ઈષકાર પર્વત ૧૦૦૦ યોજનાના વિસ્તારવાળા છે. આ વર્ષધરપર્વતને વિરતાર અને ઈષુકાર પર્વતને વિસ્તાર બુદ્ધિથી ભેગો કરીએ તે આ પ્રમાણે વર્ષધર અને ઇષકાર પર્વતના ક્ષેત્રનું પરિમાણ થાય. ૮. (૪૯૬)
તે પ્રમાણ કહે છે. एगं च सयसहस्सं, हवंति अत्तरी सहस्सा य। अट्ट सयाबायाला, वासविहीणं तुजंखित्तं॥९॥(४९७)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org