________________
णमो वीयरायाणं ।
પ્રકીર્ણ અધિકાર
કક
મનુષ્યક્ષેત્રની બહાર પદાર્થો આદિનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે જણાવે છે. नइदहघणथणियागणि-जिणा नरजम्ममरणकालाई। पणयाललक्खजोयण-णरखित्तं मुनुंणो पुरओ॥२५६॥* છાયાની ઘનતનિતાશિનિના િનરકમમાાત્રિા
__पञ्चचत्वारिंशत् लक्षयोजननरक्षेत्रं मुक्त्वा न पुरतः ॥२५६॥
અર્થ–પીતાલીસ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર–અઢીદ્વીપની આગળ એટલે અઢીદ્વીપની બહાર શાશ્વત નદીઓ, કહે, સરોવર, પુષ્કરાવત મેધ, સ્વાભાવિક મેધ, મધની ગર્જના, વીજળી, બાદર અગ્નિ, તીર્થંકર-ચક્રવર્તિ–વાસુદેવ આદિ ઉત્તમ પુરુષો તથા કોઈપણ મનુષ્યના જન્મ-મરણ, સમય–આવલિકા, મુહૂર્ત-દિવસ-રાતપક્ષ-માસ વગેરે વ્યવહાર કાલ હોતો નથી, (નિશ્ચયરૂપ કાળ સર્વત્ર હોય છે.) આદિ શબ્દથી ચંદ્ર-સૂર્યના ગ્રહણ, ઈન્દ્રધનુષ, હીરા વગેરેની ખાણ, નિધિ, ભરતાદિ જેવા ક્ષેત્રો, વર્ષધર પર્વત, ઘર, ગામ, નગર, ગાંધર્વનગર વગેરે હેતા નથી. પરંતુ સમુદ્રમાં દ્વીપ તથા કોઈ કોઈ દીપ-સમુદ્રોમાં શાશ્વત પર્વતો છે ખરા પણ તે અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી. ઉપરના પદાર્થો માત્ર અઢી દ્વીપમાં જ છે. ૨૫૬
ન આ ગાથાએ લઘુક્ષેત્ર માસની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org