________________
જૈનદષ્ટિએ મહા ભૂગેલ-ઉપસંહાર
૪૦૫ શ્રેષ્ઠ ભાવને પામેલ ગંભીર તેઓની વાણી કયાં? અને શાસ્ત્રમાં બહુ ઓછો પરિશ્રમ કરેલ જડબુદ્ધિવાળો એવો હું ક્યાં ? તો પણ ગુપાદ કમલયુગલના પ્રસાદથી કંઈક ઉત્પન્ન થયેલ ચિત્તના ઉત્સાહથી આ ટીકા મેં કરેલ છે. ૩-૪
અલ્પમતિવાળા એવા મારાથી આ ટકામાં શ્રી જિનવચનથી વિરુદ્ધ પ્રરુપાયુ હોય તે, તત્વને જાણનાર વિદ્વાનોએ મારા ઉપર કૃપા કરીને સુધારવું. ૫
ખૂબ ગંભીર મનહર આ ક્ષેત્રસમાસનું વિવેચન કરતાં મલયગિરિએ જે પુણ્ય મેળવ્યું હોય તેનાથી લકે સિદ્ધિને પામે. ૬
શ્રી અરિહંતના શરણને, શ્રી સિદ્ધોના શરણને, સાધુઓના શરણને, શ્રી જિનેશ્વર ભગવંતએ કહેલ ધર્મના શરણને અમે આશ્રિત થયેલા છીએ. ૭
મારે અરિહંત મંગલ છે, મારે સિદ્ધો મંગલ છે, મારે સાધુઓ મંગલ છે, મારે ધર્મ મંગલ છે. આ મંગલોને મેં આશ્રય કરેલો છે. ૮
ઇતિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રીમલયગિરિ મહારાજની ટીકાનુસાર શ્રી બૃહતક્ષેત્ર માસ મહાગ્રંથના પુષ્કરાર્ધદ્વીપ નામના
ચોથા અધિકારનું ગુજરાતી વિવેચન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org