________________
૧૯૨
બહત્ ક્ષેત્ર સમાસ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવ એક પલ્યોપમના આયુષ્યવાળો છે, તથા ૪૦૦૦ સામાનિક દે, પરિવાર સહિત ૪ અમહિષી દેવીઓ, ત્રણ પર્ષદા, સાત અનિકાધિપતિ, સાત અનિકે (સેનાએ), ૧૬ ૦૦૦ આત્મરક્ષક દેવ અને સુસ્થિતા નામની રાજધાનીમાં રહેવાવાળા ઘણા દેવ-દેવીઓનું આધિપત્યપણું કરે છે.
લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની ગૌતમદ્વીપથી પશ્ચિમ દિશામાં તીર્થો અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના લવણસમુદ્રમાં યથાયોગ્ય થાને જાણવી.
સૂર્યદ્વીપોનું સ્વરૂપ
જંબુદ્વીપના બે સૂર્યોના બે સૂર્યદીપો અને લવણસમુદ્રની શિખાની અંદરની બાજુના એટલે બૂઢીપ તરફના બે સૂર્યોના બે સૂર્યદ્વીપ, કુલ ચાર સૂર્યદ્વીપો ગૌતમ દ્વીપ સમાન છે, એટલે—
જેમ ગીતમદ્વીપ મેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં જંબુદ્વીપની વેદિકાથી લવણસમુદ્રમાં ૧૨૦૦૦ એજન અંદર રહેલો છે. તેમ જંબુદ્વીપ સંબંધી બે સૂર્યોના સૂર્ય કપ, અને લવણસમુદ્રની શિખાની અંદરના ભાગના એટલે જંબુદ્વીપ તરફના બે સૂર્યોના બે સૂર્યદ્વીપ કુલ ચાર સૂર્યદ્વીપ પણ મેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં જંબૂદ્વીપની વેદિકાથી લવણસમુદ્રની અંદર ૧૨૦૦૦ પેજને આવેલા છે અને દરેક દ્વીપ ૧૨૦૦૦ જન વિસ્તારવાળા છે. તથા એક પાવર વેદિકા અને એક વનખંડથી વિંટળાએલા છે.
દરેક દ્વીપના રમણીય મધ્ય ભાગમાં સુંદર ભૂમિપ્રદેશ ઉપર એક એક સુંદર શ્રેષ્ઠ પ્રાસાદ આવેલો છે.
ગૌતમદ્દીપ ઉપર પાર્થિવ આવાસ છે, જ્યારે સૂર્યદ્વીપ ઉપર શ્રેષ્ઠ પ્રાસાદ રહેલા છે એટલો ફરક છે.
૧-પાર્થિવ આવાસ એટલે શિખર વિનાને, પ્રાસાદ એટલે શિખર સહિત એમ સંભવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org