________________
૧૧) જી.
બૃહત્ ક્ષેત્ર સમાસ જેમ લવણસમુદ્રમાં (રાત્રિ–દિવસ થાય) છે તેમ કાલેદધિ સમુદ્રમાં રાત્રિ દિવસ થાય) છે.
તથા જ્યારે અત્યંતર પુષ્કરાના દક્ષિણામાં દિવસ થાય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે. તે વખતે અત્યંતર પુષ્કરાના મેરુ પર્વતની પૂર્વમાં અને પશ્ચિમમાં રાત્રિ હોય છે. બાકીનું બધું જંબૂદ્વીપની જેમ અર્થાત જંબુદ્વીપના ચંદ્ર-સૂર્ય ની સમશ્રેણીમાં જ બધા ચંદ્રો અને સૂર્યો રહેલા જાણવા.
શંકા-લવણસમુદ્રમાં ૧૬ ૦૦૦ એજન પ્રમાણે પાણીની શિખા છે તે ચંદ્ર-સૂર્યોને ત્યાં ગતિ કરતા ગતિને વ્યાઘાત કેમ થતો નથી? કેમ કે લવણસમુદ્રના મધ્યભાગમાં ૧૦૦૦૦ યોજન પ્રમાણે જાડી અને ૧૬૦૦૦ યોજન પ્રમાણ ઉંચી પાણીની શિખા રહેલી છે, જયારે જયોતિષીઓ ૭૮૦ યોજનથી ૯૦૦ જન સુધી ગતિ કરનાર છે. તે શિખામાં પાણી હેવાથી શિખાની અંદર વિમાને કેવી રીતે ગતિ કરે ?
સમાધાન–લવણસમુદ્ર સિવાયના તપ-સમુદ્રોમાં જે જયોતિષીઓના વિમાને છે તે બધા સામાન્ય સ્ફટિકમય છે અર્થાત સાદા ફટિકવાળા છે, જયારે લવણસમુદ્રમાં જે જયોતિષીઓના વિમાને છે, તે જગત સ્વભાવે કરી દગસ્ફટિકમય એટલે પાણીને ફાડવાના સ્વભાવવાળા, જેથી પાણીમાં પિતાની જગ્યા કરીને ગતિ કરવાવાળા હોય છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે
'जोईसियविमाणाई, सव्वाई हवंति फालिहमयाई।
दमफालियमया पुण, लवणे जे जोइस विमाणा॥' સઘળાંએ જતિષી વિમાનો સ્ફટિકમય છે; જ્યારે લવણસમુદ્રમાં જે જતિષી વિમાને છે તે દગફટિક અર્થાત પાણીને ફાડવાના રવભાવવાળા છે. આથી શિખાના પાણીની અંદર ગતિ કરતાં યાતિષી વિમાનને કોઈ જાતને વ્યાઘાત થતો નથી.
વળી લવણસમુદ્ર સિવાયના દીપ-સમુદ્રોમાં રહેલા જયોતિષીઓના ચંદ્ર-સૂર્યના વિમાને અધે લેશ્યાવાળા–નીચે વધુ પ્રકાશ કરવાવાળા, જ્યારે લવણસમુદ્રના ચંદ્રસૂર્યના વિમાન જગતરવભાવે ઉર્વલેશ્યાવાળા- ઉંચે વધુ પ્રકાશ કરવાવાળા છે તેથી લવણસમુદ્રમાં શિખામાં પણ બધે પ્રકાશ થાય છે.
ઉપરોક્ત વાત પ્રાયઃ ઘણાને અપ્રતિત હોય તેમ હોવાથી સ્વયંઆચાર્ય ભગવંતે રચેલ વિશેષણવતી ગ્રંથમાં બતાવેલ છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org