________________
જૈનદષ્ટિએ મહ ભૂગળ-ચંદ્ર-સૂર્યાદિનું સ્વરૂપ
રર૯ પશ્ચિમ દિશામાં ગતિ કરતા હોય ત્યારે તેની સમણુએ લવણસમુદ્રને ત્રીજો ચંદ્ર શિખાની અંદર અને તેજ સમણુએ ચોથે ચંદ્ર શિખાની બહાર ગતિ કરતા હોય છે.
આથી જ જંબુદ્વીપની જેમ લવણસમુદ્રમાં પણ મેરની દક્ષિણ તરફ જયારે દિવસ હોય ત્યારે મેરની ઉત્તર તરફ પણ દિવસ હોય છે. એટલે લવણસમુદ્રમાં પણ મેરની દક્ષિણમાં દિવસ હોય ત્યારે લવણસમુદ્રમાં મેરની ઉત્તરમાં પણ દિવસ હોય છે તે વખતે મેથી પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં લવણસમુદ્રમાં રાત્રિ હોય છે.
જ્યારે મેમ્પર્વતથી પૂર્વ દિશામાં લવણસમુદ્રમાં જ્યારે દિવસ હોય ત્યારે પશ્ચિમ દિશામાં પણ લવણસમુદ્રમાં દિવસ હોય છે, તે વખતે મેરુપર્વતથી દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં લવણસમુદ્રમાં નિયમોરાત્રિ હોય છે.
આ પ્રમાણે ધાતકીખંડ દ્વીપમાં કાલેદધિ સમુદ્રમાં અને પુષ્પરાર્ધદ્વીપમાં પણ બધા ચંદ્રો અને બધા સૂર્યો જંબૂદ્વીપના ચંદ્ર અને સૂર્યની સમશ્રેણીમાં રહેલી હોય છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે
__'जया णं लवणसमुद्दे दाहिणडढे दिवसे भवइ, तया णं उत्तरड्ढे वि दिवसे भवइ । जया णं उत्तरड्ढे दिवसे भवइ तया णं लवणसमुद्दे दाहिणड्ढे वि दिवसे भवइ । तया णं लवणसमुद्दे पुरथिमपच्चत्थिमे णं राई भवइ । एवं जहा जंबूद्दीवे तहेव । तथा जया णं धायइसंडे दीवे दाहिणड्ढे दिवसे भवइ तया णं उत्तरड्ढे वि दिवसे भवइ, तया णं धायइसंडे दीवे मंदराणं पुरथिमपच्चमिथिमे णं राई भवइ । एवं जहा जंबूद्दीवे तहेव । कालोए जहा लवणे तहेव । तथा जया णं अभिंतरपुक्खरद्धे दाहिणड्ढे दिवसे भवइ तया णं उत्तरड्ढे वि दिवसे भवइ, तया णं अभिंतरपुक्खरद्धे मंदराणं पव्वयाणं पुरथिमपच्चत्थिमेणं राई भवइ । सेसं जहा जंबूद्दीवे तहेव ।'
જયારે લવણસમુદ્રનાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જયારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે ત્યારે લવણસમુદ્રના દક્ષિણાર્ધમાં પણ દિવસ હોય છે. ત્યારે લવણસમુદ્રની પૂર્વમાં અને પશ્ચિમમાં રાત્રિ થાય છે. જેમ જંબૂદ્વીપમાં છે તેમ અહીં તે પ્રમાણે.
તથા જ્યારે ઘાતકીખંડ દીપના દક્ષિણામાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે ઘાતકીખંડ કપમાં મેરુપર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં રાત્રિ હોય છે. જેમ જંબુદ્વીપમાં છે તેમ અહીં તે પ્રમાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org