________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-નક્ષત્રોનું સ્વરૂપ
૧૩૧ બાકીના છ નક્ષત્ર મંડલમાં મુહૂર્તગતિ જાણવા માટે તે તે ચંદ્રના મંડલની પરિધિનું જ્ઞાન મેળવવું જોઈએ.
૭. ચંદ્રના મંડલેમાં પ્રવેશ પહેલું નક્ષત્ર મંડલ ચંદ્રના પહેલા મંડલમાં, બીજુ નક્ષત્ર મંડલ ચંદ્રના ત્રીજા મંડલમાં, ત્રીજુ નક્ષત્ર મંડલ લવણ સમુદ્રમાં ચંદ્રના છઠ્ઠા મંડલમાં, ચોથું નક્ષત્ર મંડલ ચંદ્રના સાતમા મંડલમાં, પાંચમું નક્ષત્ર મંડલ ચંદ્રના આઠમા મંડલમાં, છઠું નક્ષત્ર મંડલ ચંદ્રના દશમા મંડલમાં, સાતમું નક્ષત્ર મંડલ ચંદ્રના અગીયારમા મંડલમાં અને આઠમું નક્ષત્ર મંડલ ચંદ્રના પંદરમા મંડલમાં આવેલું છે.
તે તે મંડલમાં નક્ષત્રોની મુહૂર્તગતિ–પરિધિના જનને ૩૬૭થી ગુણી ૨૧૯૬૦થી ભાગવાથી તે તે મંડલમાં નક્ષત્રની મુહૂર્તગતિ આવે.
૮. દિશાઓ સાથે ગ-નક્ષત્રોના આઠ મંડલોમાં સર્વ અત્યંતર મંડલમાં ૧. અભિજિત, ૨. શ્રવણ, ૩. ધનિષ્ઠા, ૪. શતતારા, ૫. પૂર્વભાદ્રપદ, ૬. ઉત્તરભાદ્રપદ, ૭. રેવતી, ૮. અશ્વીની, ૯. ભરણી, ૧૦. પૂર્વાફાલ્ગની, ૧૧. ઉત્તરાફાલ્ગની અને ૧૨. સ્વાતિ. એમ બાર નક્ષત્રો સર્વ અત્યંતર મંડલના અભાગમાં આવેલા છે, અને બીજા અધ ભાગમાં પણ આ જ નામના ૧૨ નક્ષત્રો આવેલા છે.
આ નક્ષત્રો કહેલા કાળમાં મંડલના અધભાગમાં ગમન કરે છે, અને આ જ મંડલના બીજા અધ ભાગમાં આ જ નામના નક્ષત્રો ગમન કરે છે. (ક્ષેત્ર પ્રકાશ સર્ગઃ ર૦, ગ્લૅકઃ ૫૫૪). | સર્વ અત્યંતર મંડલના નક્ષત્રના બીજા (અને ચંદ્રના ત્રીજા) મંડલમાં પુનર્વસુ અને મઘા, નક્ષત્રના ત્રીજા (ચંદ્રના છઠ્ઠા) મંડલમાં કૃતિકા, નક્ષત્રના ચોથા (ચંદ્રના સાતમાં) મંડલમાં ચિત્રો અને રોહિણી નક્ષત્રના પાંચમા (ચંદ્રના આઠમા) મંડલમાં વિશાખા, નક્ષત્રના છઠ્ઠા (ચંદ્રના દશમા) મંડલમાં અનુરાધા, નક્ષત્રના સાતમા (ચંદ્રના અગીયારમા) મંડલમાં જેષ્ઠા અને નક્ષત્રના આઠમા (ચંદ્રના પંદરમા) મંડલમાં ૧. આદ્ર, ૨. મૃગશિર્ષ, ૪. પુષ્ય, ૪. અશ્લેષા, ૫. મૂલ, ૬. હસ્ત, ૭. પૂર્વાષાઢા અને ૮. ઉત્તરાષાઢી. આ આઠ નક્ષત્રો ગમન કરે છે.
ચાર તારાવાળા પૂર્વાષાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્રના બે બે તારા આઠમા મંડલની અંદર અને બે બે તારા મંડલની બહાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org