________________
૧૩૦
બહત ક્ષેત્ર સમાસ અને અભિજિત નક્ષત્રથી ગણના ગણાય છે. કેમકે યુગ આદિની શરૂઆત અભિજિત નક્ષત્રથી જ થાય છે. અભિજિત નક્ષત્રને ચંદ્ર સાથે બહુ અલ્પકાળ રહે છે. લોકોમાં તે વેધ સત્તા આદિ જોવામાં ઉત્તરાષાઢાના છેલ્લા પાંદની ચાર ઘડી જેટલો અભિજિત નક્ષત્રને વેગ ગણાય છે.
૧. નક્ષત્રના મંડલની સંખ્યા–નક્ષત્રના મંડલે આઠ છે.
૨. નક્ષત્રોનું ક્ષેત્ર–જબૂદ્વીપમાં બે નક્ષત્ર મંડલો ૧૮૦ એજનમાં છે અને બાકીના છ મંડલે લવણ સમુદ્રમાં ૩૩૦ જનમાં રહેલા છે. એટલે આઠ નક્ષત્ર મંડલોનું ક્ષેત્ર ૧૧૦+૩૩૦=૫૧૦ એજન જાણવું.
સૂર્યનું જેમ દક્ષિણાયન–ઉત્તરાયન છે તેમ નક્ષત્રનું આઘો-પાછી થવાનું નહિ હોવાથી નક્ષત્ર પોતપોતાના નિયત મંડલમાં ફરતા હેવાથી નક્ષત્રોને મંડલક્ષેત્ર સંભવતું નથી.
૩. નક્ષત્રના વિમાનનું પરસ્પર અંતર– જે જે મંડલમાં જે જે નક્ષત્રો કહેવામાં આવ્યા છે તે તે નક્ષત્રના વિમાનેનું પરરપર અંતર બે જન થાય છે.
જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં દરેક નક્ષત્ર મંડલનું અબાધા અંતર બે જનનું કહ્યું છે, તે આઠે મંડલમાં જે જે મંડલમાં જેટલાં નક્ષત્ર વિમાનો છે, તેઓનું પરસ્પર અબાધા પરસ્પર અંતર બે જન સમજવું.
૪. મેથી અબાધા–સર્વથી અંદરનું નક્ષત્ર મંડલ મેરુથી ૪૪૮૨૦ યોજના છે અને છેલ્લું આઠમું નક્ષત્ર મંડલ ૪પ૩૩૦ જન છે.
૫. મંડલની પહોળાઈ–સૂર્યનું સર્વ અત્યંતર મંડલ અને બાહ્ય મંડલ પ્રમાણે નક્ષત્ર–મંડલની પહોળાઈ, લંબાઈ અને પરિધિ જાણવી.
અત્યંતર મંડલની પરિધિ ૩૧૫૦૮૯ એજન, અને બાહ્ય મંડલની પરિધિ ૩૧૮૩૧૫ જન છે.
૬. એક મુહમાં ગતિ–સર્વ અત્યંતર મંડલમાં રહેલા નક્ષત્રોની એક મુહૂર્તમાં પ૨૬૫–૧૮૨૬૩/૨૧૯૬૦ યોજન જેટલી છે. એક મંડલ ૫૯-૩૦૭/૩૬૭ મુહૂર્તમાં પૂર્ણ કરે છે.
નક્ષત્રના સર્વબાહ્ય મંડલમાં ૮મા મંડલમાં રહેલા નક્ષત્રની ગતિ એક મુહૂર્તમાં ૫૩૧૯૧૬૩૭૫/૨૧૯૬૦ એજન જેટલી છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org