________________
૧૫ર
બહત ક્ષેત્ર સમાસ पणनउइ सहस्साई, ओगाहित्ता चउद्दिसिलवणं। चउरोलिंजरसंठाण-संठिया हुंति पायाला ॥४॥(४०२) છાયા–ન્નનતિ સહસ્ત્રાર્જુન ગવાહ વધુ સ્ટાઇન્T
चत्वारोऽलिअरसंस्थानसंस्थिता भवन्ति पातालाः ॥४॥
અર્થ-લવણસમુદ્રમાં પંચાણું હજાર યોજન અંદર ચાર દિશામાં મોટા ઘડાના આકારવાળા ચાર પાતાલ કલશે આવેલા છે.
વિવેચન–મેરુ પર્વતથી ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં જંબૂદીપની વેદિકાથી આગળ સમુદ્રમાં ૮૫૦૦૦ એજન અંદર જઈએ ત્યાં ચારે દિશામાં એક એક વજમાં મોટા ઘડાના આકારવાળા ચાર પાતાલ કલશો રહેલો છે.
"जंबूद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स चउद्दिसिं लवणसमुदं पंचाणउइ पंचाणउइ जोयणसहस्साइ ओगाहित्ता एत्थ णं चत्तारि महइमहालिया महालिंजरसंठाणसंठिया महापायालकलसा पन्नत्ता इति ।"
જબૂદ્વીપ નામના દ્વીપના મેરુ પર્વતની ચારે દિશામાં લવણ સમુદ્રની અંદર ૯૫૦૦૦ જન જતાં ત્યાં ઘણા મોટા ઘડાના આકારવાળા ચાર મોટા પાતાલ કલશો છે. ૪.(૪૦૨)
હવે આ કલશોના નામે કહે છે. वलयमुहे केऊए, जुयए तह ईसरे य बोधव्वे। સર્વવયરામયા , પામતમHદ્યાલા(૪૩) છાયા–વવામુવ લેવો પdશ્વ વો:
सर्ववज्रमयाः कूडयानि तेषां दशशतिकानि ॥५॥
અર્થ-ડવામુખ, કેયૂપ, ધૂપ અને ઈશ્વર નામના જાણવા આની ઠીકરી સર્વ વિજામય એક હજાર જનની છે.
વિવેચન–મેરુ પર્વતથી પૂર્વ દિશામાં જે મહાપાતાલ કલશ છે, તેનું નામ વડવામુખ છે. દક્ષિણ દિશાના મહાપાતાલ કલશનું નામ કેયૂપ છે. પશ્ચિમ દિશાના મહાપાતાલ કલશનું નામ ચૂપ છે અને ઉત્તર દિશાના મહાપાતાલ કલશનું નામ ઈશ્વર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org