________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-પાતાલ કલશનું સ્વરૂપ
૧૬૧ ___ हेडिल्ले तिभागे वाऊकाए संचिट्ठइ, मज्झिल्ले तिभागे वाउकाए आउक्काए य संचिद्वइ, उवरिल्ले तिभागे आउकाए संचिट्ठइ'
નીચેના ત્રીજા ભાગમાં વાયુકાય રહેલો છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુકાય અને અપૂકાય રહેલો છે અને ઉપરના ત્રીજા ભાગમાં અપૂકાય રહેલો છે.
આમાં જગત સ્વભાવે જ એકસાથે પ્રતિનિયત સમયે સઘળાએ પાતાલકલશેમાંના પહેલા અને બીજા ત્રીજા ભાગના એટલે નીચેના ૧/૩ ભાગ અને મધ્યના ૧/૩ ભાગમાં રહેલ વાયુ લેભ પામવાથી કલશમાંના પાણીને ખૂબ ઉછાળે છે. કહ્યું છે કે
'तेसि खुड्डापायालाणं महापायालाणं च हिडिल्लमज्झिल्लेसु तिभागेसु बहवे उराला वाया संसेयति संमुच्छंति चलंति खुम्भंति तं तं भावं परिणमंति जेहि तं उदगं उड्ढं वमिजइ ।'
તે નાના પાતાલકલશે અને મોટા પાતાલકલશેમાંના નીચેના અને મધ્યના ત્રીજા ભાગમાં રહેલ ખૂબ મોટા વાયુ ઉછળે છે, ક્ષેભ પામે છે. તેથી કલશનું પાણી બહાર ઉંચું નીકળતાં સમુદ્ર ક્ષોભ પામે છે અને તેથી સમુદ્રમાં ભરતી આવે છે. જયારે વાયુ બેસી જતાં વધેલું પાણું પાછું કલશેમાં સમાઈ જાય છે. એટલે સમુદ્રમાં ઓટ આવે છે.
પાછો જ્યારે વાયુ ક્ષોભ પામે ત્યારે સમુદ્રમાં ભરતી આવે અને વાયુ શમી જાય એટલે ઓટ આવે છે. આ રીતે જગત સ્વભાવે કરી એક અહોરાત્રિમાં બેવખત સમુદ્રમાં ભરતી આવે અને વાયુ શમી જતાં બે વખત સમુદ્રમાં ઓટ આવે. કહ્યું છે કે
'लवणे णं भंते समुद्दे तीसाए मुहुत्तेणं कइखुत्तो अइरेगं वड्ढइ वा हायइ वा ? गोयमा ! दुखुत्तो अइरेग वड्ढइ वा हायइ वा। से केणठेणं एवं वुच्चइ दुखुत्तो अइरेग वड्ढइ वा हायइ वा ? गोयमा ! उड्ढं उव्वमंतेसु पायालेसु वड्ढइ, आपूरितेसु पायालेसु हायइ, से एएणटेणं गोयमा ! एवं बुच्चइ दुखुत्तो अइरेगं वड्ढइ वा हायइ वा।'
હે ભગવન્ ! સમુદ્ર ૩૦ મુહૂર્તમાં કેટલીવાર ખૂબ વધે છે અને ઘટે છે? હે ગૌતમ ! બેવાર ખૂબ વધે છે અને ઘટે છે. હે ભગવન ! કયા કારણથી એમ કહે છે કે, બેવાર ખૂબ વધે છે અને ઘટે છે?
હે ગૌતમ! પાતાલકલશોને વાયુ ક્ષોભ પામે છે, ત્યારે વધે છે અને વાયુ બેસી જતાં ઘટે છે. ( ‘બારિત એટલે પવન સ્વાભાવિક થતાં) તેથી એમ કહેવાય છે કે બેવાર સમુદ્ર ઘણો ક્ષોભ પામે છે અને બેવાર ઘટે છે.
આ વાયુ પૂર્ણિમા આદિ તિથિમાં ઘણો લોભ પામે છે, તેથી તે તે તિથિઓમાં સમુદ્રનું પાણી ઘણું વધે છે. ૧૪ થી ૧૬. (૪૧૨ થી ૪૧૪)
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org