________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-શિખાનું સ્વરૂપ
વિવેચન—લવણસમુદ્રના મધ્યભાગમાં ૧૬૦૦૦ એજન ઉંચી લવણસમુદ્રની શિખા છે, તે શિખાનું પાણી હંમેશાં બે વખત બે ગાઉમાં કંઈક ન્યૂન જેટલું વૃદ્ધિ પામે છે અને વધેલું પાણી પાછું ઓછું થાય છે. એટલે આ શિખા ૧૬૦૦૦ જનની ઉંચાઈમાંથી ઓછી થતી નથી, પણ જે કંઈક ન્યૂન બે ગાઉ વધી હોય છે તેજ પાછી ઘટી જાય છે.
આ શિખાનું, પાણી વધવાનું અને ઘટવાનું કારણ પૂર્વે જે કહી ગયા તે મોટા અને નાના પાતાલકલશોમાં ૧/૩ ભાગમાં વાયુ, ૧/૩ ભાગમાં વાયુ અને પાણી અને ૧/૩ ભાગમાં પાણી છે. તે કલશોમાંને વાયુ હંમેશાં બે વખત ક્ષોભ પામે છે. એટલે સ્વાભાવિક રીતે વધે છે અને ઉંચે ઉછળે છે. જેમ મનુષ્યના પેટમાં રહેલ વાયુ પેટમાં સ્વાભાવિક જ ઉત્પન્ન થાય છે, તેમ મહાપાતાલ કલશો અને લધુપાતાલ કલશમાં મહાવાયુ ઉત્પન્ન થઈ ઉછળતો હોવાથી કલશનું પાણી ઉછળવાના કારણે શિખાનું પાણું વૃદ્ધિ પામે છે. એટલે વાયુના દબાણથી શિખાનું પાણી કંઈક ન્યૂન બે ગાઉ ઉંચુ વધે છે. તે પાણુ સ્વભાવથી અથવા અનુસંધર દેવ (જ આગળ કહેવાશે)ના પ્રયત્નથી આગળ વધતું નથી તેમજ શિખાની બહાર જતું નથી. શિખામાં ને શિખામાં જ રહે છે. માત્ર શિખા કંઈક ન્યૂન બે ગાઉ વધે છે.
૭૦૦ જન વૃદ્ધિ પામતું પાણી (જે આગળ કહેવાશે) તે બધું લવણસમુદ્રનું પાણુ અમુક સપાટીએ વધતું કિનારો છોડીને આગળ વધી જાય છે. તેમાં જ્યાં જ્યાં જગતીને ભાગ આવે ત્યાં પાણી અથડાઈને પાછું ફરે છે. જયારે જગતીમાંના કેટલાક વિવરમાં થઈને કેટલુંક પાણી જંબૂઢીપની અંદર પ્રવેશતું હોય છે, ત્યારે ભૂમિ ઉપર વધીને પાછું આગળ વધે છે. તેને આપણે સમુદ્રની ભરતી કહીએ છીએ.
મેટા વાયરા–વાયુ શાંત થાય છે એટલે દ્રીપતિ ભૂમિ ઉપર વધેલું પાણી અને શિખા ઉપર કંઇક ન્યૂન બે ગાઉ વધેલું પાણી ઘટીને મૂલસ્થાનમાં આવી જાય છે.
આ પ્રમાણે વાયુને ક્ષોભ એક અહેરાત્રીમાં બે વખત જ થાય છે. તેથી શિખાની વેલવૃદ્ધિ પણ એક અહેરાત્રીમાં બે વખત થાય છે અને બે વાર ઘટે છે. તેમાં પણ અષ્ટમી, ચતુર્દશી, પૂણીમા તથા અમાસના દિવસમાં વાયુ ઘણે લોભ પામે છે. તેથી એવા દિવસોમાં મેટી ભરતી આવે છે. ૧૮. (૪૧૬)
હવે વેલંધરનું સ્વરૂપ જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org