________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ–શિખાનું સ્વરૂપ
વળી આ બધું પાણી અટકાવવાનું કામ સમભૂમિથી ૧૬૦૦૦ જન શિખામાંથી ૭૦૦ એજન ઓછી કરતાં ૧૫૩૦૦ એજન જેટલી ઉંચી શિખામાં જ ચાલે છે. ૭૦૦ એજન જેટલા ઉંચા વિભાગમાંના પાણીને વિચાર આગળ કહેલ છે તે પ્રમાણે આગળ વધીને અમુક હદ સુધી દ્વીપમાં પણ પ્રવેશે છે. એથી મૂલ કિનારાને છોડીને પણ ભૂમિ ઉપર વધી જાય છે. પાતાલકલશોના વાયુના લોભથી એ ૭૦૦
જનમાંનું પાણી ઘણું વધવું જોઈએ તેને બદલે અતિ અલ્પ વધીને જ અટકે છે. તે જગત સ્વભાવે જ અથવા દ્રપતિ શ્રી સંધ આદિક પુણ્યવંતેના પુણ્યપ્રભાવે જ સમુદ્રનું પાણી મર્યાદા છોડીને વધતું નથી. શિખાનું પાણી ઉપર ગમે તેટલું વધે તેમાં કોઈ હરકત નથી. પરંતુ બે બાજુએ ભિત્તિભાગમાંથી (વાયુઓના નિર્વિઘ ક્ષોભપૂર્વક) વધવા માંડે તે પણ કીપને ડૂબાડી દે, માટે એ રીતે પણ નહિ વધવામાં જગસ્વભાવ તથા શ્રીસંઘાદિને પુણ્યપ્રભાવ કારણે છે. નહિતર એ વેલવૃદ્ધિ દેવાના પ્રયત્ન છતાં પણ અટકે એમ નથી, છતાં અટકે છે અને વિશેષ વધતી નથી તેનું કારણ શ્રીસંઘાદિને પુણ્ય પ્રભાવ તથા જગાવભાવ તથા સમુદ્રના બીજા બહારના પ્રતિકૂલ મોટા વાયરા છે. કહ્યું છે કે –
'लवणस्स णं भंते समुदस्स केवइया नागसहस्सा अभिंतरियं वेलं धरति ? केवइया नागसहस्सा बाहिरियं वेलं धरति ? केवइया नागसहस्सा अग्गोदगं धरंति ? गोयमा ! लवणस्स णं समुदस्स बायालीसं नागसहस्सा अभिंतरियं वेलं धरंति, बावत्तरि नागसहस्सा बाहिरियं वेलं धरंति, सहि नागसहस्सा अग्गोदगं धरंति । एवमेव सपुत्वावरेण लवणे समुद्दे एगसयसाहस्सिया चउहत्तरं च नागसहस्सा भवंतीति मक्खायं ।'
હે ભગવન ! લવણસમુદ્રની અત્યંતર વેલાને કેટલા હજાર નાગકુમારના દેવ રેકે છે? કેટલા હજાર નાગકુમારે બહારની વેલાને રોકે છે? કેટલા હજાર નાગકુમારે ઉપરના પાણીના રેકે છે ?
હે ગૌતમ ! લવણસમુદ્રની અત્યંતર વેલાને નાગકુમારના ૪૨૦૦૦ દે રોકે છે, ૭૨૦૦૦ દેવ બાહ્ય વિલાને રોકે છે અને ૬૦૦૦૦ દે ઉપરના પાણીને રેકે છે. આ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ સમુદ્રમાં કુલ ૧૭૪૦૦૦ નાગકુમારના દેવો છે. એમ કહેલું છે.
આ વેલંધર દેવના આશ્રયભૂત પર્વતે લવણસમુદ્રમાં પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક જંબૂદ્વીપની ગતીથી ૪૨૦૦૦ એજન અંદર આવેલા છે. કુલ ૪ વેલંધર દેવના આવાસ પર્વત છે. ૧૯-૨૦. (૪૧૭–૪૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org