________________
૧૫૪
બૃહત ક્ષેત્ર સમાસ અથ–આ મહાપાતાલ કલશ મૂલમાં અને ઉપર દશ હજાર જન વિસ્તારવાળા છે. મધ્ય ભાગમાં સો હજાર (એક લાખ) અને તેટલા જ જમીનમાં રહેલા છે.
વિવેચન—આ ચારે મહાપાતાલ કલશે મૂલમાં એટલે નીચેના ભાગમાં ૧૦૦૦૦ જન પહોળા છે. મુખનો ભાગ પણ ૧૦૦૦૦ એજન પહેળો છે. મધ્ય ભાગમાં પેટના ભાગે ૧૦૦૦૦૦(એક લાખ) જનના વિસ્તારવાળા છે. અને એક લાખ જન જમીનમાં જ અંદર રહેલા છે. એટલે એક લાખ યોજન ઉંડા દટાયેલા છે. જેથી આ રત્નપ્રભા પૃથ્વીની સમભૂમિથી ૧૦૦૦૦૦ એજન નીચે આ કળશોને તળિયાનો ભાગ છે. જેથી દરેક કળશ પહેલી નરકના સાત પાટડા ઉલ્લ ધીને (છઠ્ઠી ભવનપતિ નિકાય સુધી) ઉંડા ઉતરેલા છે. (દરેક કલશનું મુખ સમુદ્રના ભૂમિતળની સપાટીમાં રહેલું છે. પણ ભૂમિથી ઉંચું નથી.) ૬. (૪૦૪)
હવે મહાપાતાલ કલશોનું પરસપર અંતર કહેવું જોઈએ
પરસ્પરનું અંતર જાણવા માટે લવણસમુદ્રના મધ્ય ભાગની પરિધિ જાણી હોય તે સરળ થાય, તે સિવાય નહીં. માટે લવણસમુદ્રના મધ્ય ભાગની પરિધિની વિવક્ષા કરતા પહેલા સામાન્યથી સઘળાં દીપ સમુદ્રોના મધ્ય ભાગની પરિધિ લાવવા માટેની રીત કહે છે.
अभिंतरबज्झाणं तु परिरयाणं समासमहज। तं मज्झम्मि परिरओ, दीवसमुदाण सव्वसिं॥७॥(४०५॥ છાયા–રમ્યત્તરવાહો તુ પરિયો: સમાનાર્થે તા.
तन्मध्ये परिरयो द्वीपसमुद्राणां सर्वेषाम् ॥७॥
અર્થ–સઘળાં દ્વીપસમુદ્રોની અત્યંતર અને બાહ્ય પરિધિને ભેગી કરી તેનું જે અડધું તે મધ્ય પરિધિ.
વિવેચન-સઘળાંએ દીપ-સમુદ્રોના મધ્ય ભાગની પરિધિ જાણવા માટેની આ રીત બતાવે છે.
જે દ્વીપ કે સમુદ્રના મધ્ય ભાગની પરિધિ જાણવી હોય તે દ્વીપ કે સમુદ્રની અત્યંતર પરિધિની–અંદરની પરિધિ એટલે તે દ્વીપ કે સમુદ્રના આગળના પહેલાના દ્વીપ કે સમુદ્રની પરિધિ અને બાહ્ય પરિધિ એટલે તે જ દ્વીપ કે સમુદ્રની પરિધિ. આ બને પરિધિને સરવાળે કરે. પછી તેનું અડધું કરવું જે આવે તે, તે દ્વીપ–સમુદ્રની મધ્ય ભાગની પરિધિ જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org