________________
૧૨૮
બૃહત્ ક્ષેત્ર સમાસ આ રાહુના ૯ નામો છે–૧. શૃંગાટક, ૨. જટિલ, ૩. ક્ષત્રક, ૪. ખરક, ૫. દુર્ધર, ૬. સગર, ૭. મત્ય, ૮. કૃષ્ણ અને ૮. કરછપ. વળી રાહુને શ્યામ, નીલ, રક્ત, પીત અને જોત. એમ પાંચે વર્ણના મનહર વિમાને છે.
જ્યારે રાહુદેવ સંપૂર્ણ રીતે ચંદ્ર અથવા સૂર્યના તેજને ઢાંકે છે ત્યારે મનુષ્યલેમાં મનુષ્ય બેલે છે કે “રાહુએ ચંદ્ર અથવા સૂર્યને ગ્રસિત કર્યો–ગળી ગયો.” ચંદ્રપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે
" जयाणं राहुदेवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वेमाणे वा परियारेमाणे वा चंदस्स वा सुरस्स वा लेसमावरेइ तया णं मणुस्सलोगे मणुस्सा वयंति-राहुणा-चंदे वा सूरे वा गहिए । जयाणं राहुदेवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वेमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसमावरित्ता पासेणं विइवयइ तया णं मणुस्सलोए मणुस्सा -चयंति चंदेण वा सूरेण वा राहुस्स कुच्छी भिन्ना । जया णं राहुदेवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वेमाणे वा परियारेमाणे वा चंदस्स वा सुरस वा लेसमावरित्ता पच्चोसक्कइ तया णं मणुस्सलोए मणुस्सा वयंति-राहुणा चंदे वा सूरे वा वंते । जया णं राहुदेवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वेमाणे वा परियारेमाणे वा चंदस्स वा सुरस्स वा लेसमावरित्ता मझमज्झेणं विइयवइ तया णं मणुस्सलोए मणुस्सा वयंति-राहुणा चंदे वा सूरे वा वइवरिए । जया णं राहुदेवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वेमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसमावरित्ता णं अहे सपक्खे सपडिदिसि चिट्ठति तया णं मणुस्सलोए मणुस्सा वयंति-राहुणा चंदे वा सूरे वा घत्थे।"
ચંદ્રગ્રહણ પૂર્ણિમાએ અને સૂર્યગ્રહણ અમાસના દિવસે થતું હોવાથી પર્વરાહુથી થતા આછીદાનમાં કઈ પણ પ્રકારને વિરોધ આવતું નથી. જ્યારે ગ્રહણ સંગ અમુક પ્રમાણમાં અમુક રીતિએ હોય છે, ત્યારે તેને ખગ્રાસ વગેરે નામો આપવામાં આવે છે.
આ રાહુ નામને દેવ પરિપૂર્ણ બધા અંગવાળો, ઉત્તમ વસ્ત્ર ધારણ કરનાર, શ્રેષ્ઠ માળા-અલંકારથી વિભૂષિત મહર્દિક દેવ છે, પણ અજ્ઞાની લેકે “રાહુ માત્ર માથાવાળો' કહે છે. તેમ નથી.
જ્યારે આપણા ક્ષેત્રમાં અહીં ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં તો શું પણ સમગ્ર મનુષ્ય ક્ષેત્રમાં રહેલા ૧૩ર સે ચંદ્રો કે ૧૩ર સે સૂર્યોનું પણ તે ટાઈમે ગ્રહણ થતું હોય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org