________________
૧૩
બૃહત્ ક્ષેત્ર સમાસ મૂલ નક્ષત્રમાં બાહ્ય મંડલની બહાર અને અભિજિત નક્ષત્ર અત્યંતર મંડલમાં સર્વથી અંદર છે.
અન્ય કહ્યું છે કે ભરણી નીચે, સ્વાતિ ઉપર, મૂલ બહાર અને અભિજિત અંદર છે.
સર્વ અત્યંતર મંડલને વિષે જે ૧૨ નક્ષત્રો છે તેઓને ચંદ્રમા સાથે વેગ ચંદ્રની ઉત્તરે થાય છે. અને ચંદ્ર તે નક્ષત્રોથી દક્ષિણ દિશામાં હોય છે.
બીજાથી સાતમા નક્ષત્ર મંડલમાં (૬ મંડલમાં) જે આઠ નક્ષત્રો છે તેમાં જયેષ્ઠા સિવાય સાત નક્ષત્રોને ચંદ્ર સાથે સંગ ત્રણ પ્રકારે થાય છે. ૧. ઉત્તરાભિમુખ લેગ, ૨. દક્ષિણાભિમુખ વેગ અને ૩. પ્રમર્દ વેગ. | ચંદ્ર બહારના ભંડલમાં હોય ત્યારે નક્ષત્રોને યોગ ઉત્તરાભિમુખ થાય છે, ચંદ્ર અંદરના ભંડલમાં હોય ત્યારે દક્ષિણાભિમુખ ગ થાય છે અને જ્યારે ચંદ્ર નક્ષત્રના વિમાનને ભેદીને એટલે વિમાનના મધ્યભાગમાં થઈને જતો હોય ત્યારે પ્રમ ગ થાય છે.
જયેષ્ઠા નક્ષત્રનો ચંદ્ર સાથે પ્રમર્દ ગ જ થાય છે.
સર્વથી બહારના મંડલમાં આઠ નક્ષત્રોમાંથી પહેલા છ (આદ્ર, મૃગશિર્ષ, પુષ્ય, અલેષા, મૂલ અને હસ્ત) નક્ષત્રોને ચંદ્ર સાથે વેગ ચંદ્રની દક્ષિણે રહ્યા હોય ત્યારે થાય છે. છેલ્લા બે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રોને ચંદ્ર સાથે યોગ બહારના તારાની અપેક્ષાએ દક્ષિણમાં કહેલો છે પણ બબ્બે તારાની વચ્ચેથી ચંદ્ર પસાર થાય ત્યારે પ્રમર્દ વેગ પણ થાય છે.
આમ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રને ચંદ્ર સાથે વેગ બે પ્રકારે થાય છે. ઉત્તર દિશામાં તો એમને ચંદ્ર સાથે યોગ થતું નથી, કેમકે આ નક્ષત્રથી ઉત્તરમાં ચંદ્રની ગતિ થતી જ નથી.
નક્ષત્રોન ચંદ્રાદિક સાથે વેગ કોઈ નિશ્ચિત દિવસે થતું નથી, તેમ કોઈ નિશ્ચિત દિવસે નિશ્ચિત ટાઈમે પણ થતો નથી. તેથી તે તે મંડલમાં તે તે નક્ષત્રોની સીમામાં આવે ત્યારે નક્ષત્રો સાથે યોગ થાય છે.
આ પ્રમાણે પૃથફ મંડલમાં રહેલા સૂર્યને વેગ સમજી લેવો. નક્ષત્રો ત્રણ પ્રકારનાં છે. ૧. સમક્ષેત્રી, ૨. અર્ધક્ષેત્રી અને ૩. સાર્ધક્ષેત્રી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org