________________
બહત ક્ષેત્ર સમાસ
“से केणद्वेणं भंते एवं वुच्चइ लवणे समुद्दे इति ? गोयमा ! लवणस्स समुदस्स उदए खारे कडुए अपिज्जे बहूणं दुप्पयचउप्पयमिगसरीसिवाणं नन्नत्थ तन्निसियाणं सत्ताणं से एएणद्वेणं गोयमा एवं बुच्चइ लवणे समुद्दे इति।"
હે ભગવન ! શા કારણથી લવણ સમુદ્ર કહેવાય છે?
હે ગૌતમ ! લવણ સમુદ્રનું પાણી ખારું, કટુ, ક્રિપદ, ચતુસ્પદ, મૃગ, સરિસવ આદિ અને તે પાણીમાં રહેલા પ્રાણીઓ સિવાય બીજા ઘણાને અપેય હેવાથી હે ગૌતમ ! લવણસમુદ્ર કહેવાય છે.
આ લવણસમુદ્રને પણ પૂર્વાદિ ક્રમથી જંબૂઢીપની જેમ વિજયાદિ ચાર દ્વારા છે. તે આ પ્રમાણે–પૂર્વ દિશામાં ધાતકીખંડના પૂર્વાર્ધની પશ્ચિમ તરફ શીતદા મહાનદીના ઉપરના ભાગમાં વિજય નામનું દ્વાર છે.
દક્ષિણ દિશામાં એટલે ધાતકીખંડ દીપના દક્ષિણાર્ધની ઉત્તર તરફ વૈજયંત નામનું દ્વાર છે.
પશ્ચિમ દિશામાં એટલે ઘાતકીખંડના પશ્ચિમાઈની પૂર્વ તરફ શીતા મહાનદીના ઉપરના ભાગમાં જયંત નામનું દ્વાર છે.
ઉત્તર દિશામાં એટલે ધાતકીખંડ દ્વીપના ઉત્તરાર્ધની દક્ષિણ તરફ અપરાજિત નામનું દ્વાર છે.
આ દરેક દ્વારા ૮ જન ઉંચા અને ૪ યોજન પહેળા છે. પૂર્વ દિશા તરફના દ્વારને શા માટે વિજય કહેવાય છે ?
ત્યાં વિજ્ય નામને દેવ ૪૦૦૦ સામાનિક દેવ, સપરિવાર ચાર અમહિલી, ત્રણ પર્ષદા, સાત લકરના સાત અનિકાધિપતિ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવો અને વિજયા નામની નગરીમાં રહેવાવાળા ઘણા દેવ-દેવીઓનું આધિપત્ય કરતા હોવાથી આ દ્વારને વિજય દ્વાર કહેવાય છે.
આ પ્રમાણે વૈજયંત દ્વારને અધિપતિ વૈજયંત દેવ હોવાથી વૈજયંત દ્વાર, જયંત દ્વારને અધિપતિ જયંત દેવ હોવાથી જયંત દ્વાર અને અપરાજિત દ્વારને અધિપતિ અપરાજિત દેવ હેવાથી અપરાજિત દ્વારા કહેવાય છે.
'વિજ્ય દેવની વિજયા નામની નગરી વિજ્ય દ્વારથી પૂર્વ તરફ તીચ્છ અસંખ્ય દ્વિીપ–સમુદ્રો ઓળંગ્યા પછીના બીજા લવણ સમુદ્રમાં ૧૨૦૦૦ જન અંદર જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org