________________
બૃહત્ ક્ષેત્ર સમાસ લૌકિક ક્રમમાં પહેલું અશ્વીની, ભરણી યાવત રેવતી નક્ષત્ર કહેવાય છે, પણ સિદ્ધાંતમાં અભિજિત નક્ષત્રથી ક્રમ રાખવાનું કારણ એ છે કે–વર્ણયુગ,અયન વગેરેની આદિમાં ચંદ્ર સાથે અભિજિત નક્ષત્રનો વેગ હોય છે, તેથી તે કમથી નક્ષત્રોની સંખ્યા આપવામાં આવી છે.
શંકા-અભિજિત નક્ષત્રથી આરંભી નક્ષત્ર ક્રમનું મંડાણ કરે છે તે અન્ય નક્ષત્રની જેમ અભિજિત નક્ષત્ર વ્યવહારમાં કેમ પ્રવર્તતું નથી ?
સમાધાન–અભિજિત નક્ષત્રને યોગ ચંદ્રમાની સાથે બહુ થોડા કલને છે, અને પછી તુરત ચંદ્ર બીજા નક્ષત્રમાં પ્રવેશ કરી જાય છે, તેથી અભિજિત નક્ષત્ર વ્યવહારમાં નથી.
અહીં એટલું વિશેષ સમજવું કે અભિજિત નક્ષત્ર સિવાયના ૨૭ નક્ષત્રો જંબૂ દ્વીપમાં વ્યવહારમાં છે કેમકે અભિજિત નક્ષત્રોને સમાવેશ ઉત્તરાષાઢા નક્ષત્રના ચોથા પાદમાં થાય છે. જેમાં તે તેથી પણ ઓછી અર્થાત વેધસત્તા આદિ જોવામાં ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે અભિજિત નક્ષત્રનો સહયોગ અંતિમ પદની ચાર ઘડી જેટલો જ છે. તેથી વ્યવહારમાં નથી.
ઘાતકીખંડ અને પુષ્કરાઈ દ્વીપમાં તે ર૮સે નક્ષત્રો વ્યવહારમાં છે.
આ નક્ષત્રોના કુળ ૮ મંડલે છે. તેમાં બે મંડલો જબૂદ્વીપમાં છે અને મંડલે લવણ સમુદ્રમાં છે.
નક્ષત્રને મંડલક્ષેત્રની પણ ચક્રવાલ પહોળાઈ ૫૧૦ જનની છે. તે આ પ્રમાણે - ચંદ્રનું સર્વ અત્યંતર મંડલ તે નક્ષત્રનું પણ સર્વ અત્યંતર મંડલ અને ચંદ્રનું સર્વ બાહ્ય મંડલ તે નક્ષત્રનું પણ સર્વ બાહ્ય મંડલ–આઠમું મંડલ છે. કહ્યું છે કે... “ एएणं भंते अट्ठ नक्खत्तमंडला कइ चंदमंडलेहि समोयरंति ? पढमे चंदमंडले तइए चंदमंडले छहे चंदमंडले सत्तमे अट्ठमे दसमे एकारसमे पन्नरसमे चंदमंडले ।" - હે ભગવન ! નક્ષત્રના આઠ મંડલો કયા કયા ચંદ્ર મંડલમાં રહેલા છે ? હે ગૌતમ ! ચંદ્રના પહેલા, ત્રીજા, છા, સાતમા, આઠમા, દસમા, અગીયારમા અને પંદરમા મંડલમાં રહેલા છે. સઘળા નક્ષત્રો પોતપોતાના નિયત મંડલમાં ફરે છે.
" नक्खत्ततारगाणं अवडिया मंडला मुणेयव्वा ।
तच्चैव पयाहिणावत्तमेव मेरुं अणुचरंति ॥"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org