________________
જનદષ્ટિએ મહા ભૂગેળ-નક્ષત્રોનું સ્વરૂપ
કેમકે મનુષ્ય ક્ષેત્રમાં જે ગ્રહણ થાય છે, તે અમુક નક્ષત્રના વેગ આવે છે, ત્યારે થાય છે. આથી સઘળાં ફરતાં ચંદ્ર-સૂર્યને એક જ નક્ષત્ર સાથે સર્વ ઠેકાણે સમશ્રેણી વ્યવસ્થિત હોવાથી ફરતા જયોતિષીઓને ફરવાનો ક્રમ વ્યવસ્થિત રીતિએજ આવે છે. જેથી સર્વ ચંદ્ર કે સૂર્યનું ગ્રહણ એક સાથે જ થાય છે.
આ ગ્રહણ કઈ પણ ક્ષેત્રને વિષે હેઈ શકે છે. આ ગ્રહણની શુભ-અશુભતા ઉપર લેકોમાં પણ સુખાસુખ કેવું થશે તેને આધાર રખાય છે.
કર્મભૂમિક્ષેત્રોના મનુષ્યો ઉપર આ ગ્રહણની અસર થાય છે. પણ યુગલિક ક્ષેત્રોમાં ગ્રહણ થવા છતાં તેઓના મહાન પુણ્યથી, તથા પ્રકારે ક્ષેત્રપ્રભાવથી તથા કેટલીકવાર ગ્રહણ દર્શનના અભાવથી તેઓને કંઈ પણ ઉપદ્રવનું કારણ થતું નથી.” આ પ્રમાણે શ્રી જીવાભિગમસૂત્રમાં જણાવેલ છે.
|| ઇતિ ચંદ્ર સ્વરૂપ છે
નક્ષત્રોનું સ્વરૂપ
એક ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્રો અને ૮૮ મહાગ્રહો હોય છે. જંબુદ્વીપમાં બે ચંદ્રો છે તેથી જંબુદ્વીપમાં કુલ ૫૬ નક્ષત્રો અને ૧૭૬ ગ્રહે છે.
નક્ષત્રોની પ્રપણાના ૧૫ ધારે છે. તે ટુંકમાં આ પ્રમાણે–
૧. નક્ષત્ર મંડળોની સંખ્યા, ૨. નક્ષત્રોનું ક્ષેત્ર, ૩. નક્ષત્રના વિમાનનું પરસ્પર અંતર, ૪. મેરુથી અબાધા, ૫. મંડલની પહોળાઈ, એક મુહૂર્તમાં ગતિ, ૭. ચંદ્રના મંડલેમાં પ્રવેશ, ૮. દિશાઓ સાથે વેગ, ૯. અધિષ્ઠાયક દેવ, ૧૦. નક્ષત્રના તારાની સંખ્યા, ૧૧. આકૃતિ, ૧૨. સૂર્ય અને ચંદ્ર સાથે સંગનું કાળમાન, ૧૩. કુલાદિના નામ, ૧૪. અમાસ અને પૂર્ણિમાને વેગ અને ૧૫. દરેક મહિને અહેરાત્રી પૂર્ણ કરનારા નક્ષત્રો.
નક્ષત્રોના નામ લૌકિકમાં અશ્વીનીથી ગણાય છે અને અભિજિત નક્ષત્ર નહિ ગણતા હેવાથી ૨૭ નક્ષત્રો કહેવાય છે, જ્યારે જિનાગમમાં ૨૮ નક્ષત્રો કહેવાય છે.
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org