________________
-
કે
બૃહત્ ક્ષેત્ર સમાસ | સર્વ અત્યંતર મંડલથી, બાહ્યમંડલ તરફ જતાં ગણિતના હિસાબે શોધરાશીની જે હાનિ કરતા હતા તેના બદલે સર્વબાહ્ય મંડલથી અત્યંતર મંડલ તરફ પાછી ફરતા દરેક મંડલે વૃદ્ધિ કરવી. એટલે મંડલ-મંડલે ૮૪-૮૫-૮૩ પુરા, અધિક કે ન્યૂનની વૃદ્ધિ કરતાં અંદર અંદરના ભંડલની સૂર્યને દષ્ટિપથે આવે એ નિયમ મુજબ બીજ મંડ
- માં ૮૫ ઉમેરતાં ૩ર૦૦૧ આવે. આ પ્રમાણે સર્વ અત્યંતર મંડલ સુધી સમજવું.
હવે આ બન્ને સૂર્યો ઉદય તથા અસ્ત સમયે હજારે જન દૂર હોવા છતાં સૂર્ય બિમ્બના તેજનો પ્રતિઘાત થતો હોવાથી સુખેથી તેના સામું જોઈ શકાય છે. તેથી જાણે નજીકમાં હોય તેમ દેખાય છે. જ્યારે મધ્યાહુન વખતે માત્ર ૮૦૦ એજન ઉંચે દૂર હોવા છતાં તેના વિસ્તરી રહેલા તીવ્ર કિરણોને લીધે દુ:ખે જોઈ શકાતા હોવાથી નજીક છતાં સૂર્ય દૂર હોય તેમ લાગે છે.
જેમ કેઈ અતિ પ્રકાશિત લેમ્પ આપણી દૃષ્ટિ પાસે હોય તો દુખેથી જોઈ શકાય છે. અને તે જ લેમ્પ દૂર હોય તે સુખેથી જોઈ શકાય છે તે પ્રમાણે સૂર્યનું સમજવું.
સૂર્ય ઉદય વખતે અને અસ્ત વખતે પૃથ્વીને અડીને રહેલા હોય તેમ ભાસે છે. અને મધ્યાહુને નજીક આવવાથી જ આકાશના અગ્ર ભાગમાં રહેલા ન હોય તેમ આપણી દષ્ટિમાં દેખાય છે. - સૂર્ય ઉદય વખતે પણ જમીનથી ૮૦૦ યજન ઉંચે, મધ્યાહુને પણ ૮૦૦
જન ઉંચે અને અસ્ત વખતે પણ ૮૦૦ યજન ઉંચે જ હોય છે ક્ષેત્ર દૂર હેવાના કારણે અસ્ત વખતે સૂર્ય જમીનમાં ઉતરી ગયો અને ઉદય વખતે જમીનમાંથી બહાર આવ્યો એમ લાગે છે.
ખુલ્લા મેદાનમાં કે ઉંચા પહાડ ઉપરથી દૂર દષ્ટિ નાખતાં આકાશ અને જમીન ભેગા મલતા હોય એમ લાગે છે, પણ તે વાસ્તવિક ભેગા થતાં નથી દૂર હેવાના કારણે તેમ દેખાય છે.
' અહીંના અસ્ત વખતે દુરના યુરોપ આદિ દેશોમાં ટેલીફોન આદિથી પૂછાવીએ તો કઈ ઠેકાણે મધ્ય આકાશમાં, કે અમુક ભાગ ઉચે સૂર્ય હોવાનો જવાબ મળશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org