________________
જૈનદષ્ટિએ મહા ભૂગેળ-સૂર્યમંડલનું સ્વરૂપ
ત્યારે મેરુ પર્વતના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં ૧૨ મુહૂર્તનો દિવસ અને ૪/૬ ૧ જૂન ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે.
આ પ્રમાણે સર્વ બાહ્ય મંડલથી અંદર–અંદર આવતા અને સૂર્યો એક એક અહેરાત્રિએ એક એક અડધા મંડલમાં પ્રવેશીને ગતિ કરતા યાવત સર્વ અત્યંતર મંડલમાં બન્ને સૂર્યો આવે છે.
સર્વ અત્યંતર મંડલમાં જે સૂર્ય પહેલા સર્વ અત્યંતરમાં દક્ષિણ ભાગને પ્રકાશિત કરતો કહ્યો હતો તે સૂર્ય સંવત્સરના અંતે ૩૬૬મી અહારાત્રિએ સર્વ અત્યંતર મંડલના બીજા મંડલ સંબંધી ઉત્તર તરફના અધમંડલમાંથી સર્વ અત્યંતર મંડલના દક્ષિણ બાજુના અધ મંડલમાં મેરુ પર્વતથી અગ્નિ ખૂણાથી પ્રવેશીને ગતિ કરે છે.
તે જ સર્વ અત્યંતર મંડલમાં ઉત્તર ભાગને પ્રકાશિત કરતા જે સૂર્ય કહ્યો હતે તે સૂર્ય તે સુર્યસંવત્સરના અંતે ૩૬૬મી અહેરાત્રિએ સર્વ અત્યંતર મંડલના બીજા મંડલ સંબંધી દક્ષિણ બાજુના અધ મંડલમાંથી સર્વ અત્યંતર મંડલના ઉત્તર બાજુના અર્ધ મંડલમાં મેરુ પર્વતથી વાયવ્ય ખૂણાથી પ્રવેશીને ગતિ કરે છે.
આ વખતે મેરુ પર્વતથી દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં એટલે ભરતક્ષેત્રમાં અને અિરવત ક્ષેત્રમાં સર્વ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ હોય છે અને સર્વ જઘન્ય ૧૨ મુહૂર્ત પ્રમાણ રાત્રિ હોય છે.
આ અહોરાત્રિ સૂર્યસંવત્સરના બીજા છ મહિનાની છેલ્લી અને સૂર્યસંવત્સરની છેલ્લી જાણવી.
વિશેષ સમજુતી–સર્વ અત્યંતર મંડલે રહેલા સૂર્યો પછી ભારત સૂર્ય દક્ષિણ દિશામાં હોય છે ત્યારે ઐરવત સૂર્ય ઉત્તર દિશામાં હોય છે. આ બન્ને સૂર્યો વિવક્ષિત મંડલમાં પ્રવેશ કરતા તે તે મંડલમાં ફરતા બન્ને સૂર્યો અધ–અર્ધ મંડલમાં ફરતા જે જે દિશાના સૂર્યને જે મંડલની જે દિશાની અર્ધા–અધ મંડલોની કેટીએ પહોંચવું હોય છે તે તે દિશાગત મંડલની કોટીને અનુલક્ષી પ્રત્યેક સૂર્યો વ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org