________________
બૃહત ક્ષેત્ર સમાસ પૂર્વક ફરતા તેવા પ્રકારની કોઈ વિશિષ્ટ ગતિ વડે પોત પોતાના યોગ્ય અ–અધ મંડલમાં સંક્રમીને પ્રત્યેક અહેરાત્રિના પર્યતે ૨૬ જન ક્ષેત્ર અંતર કાપતા અને દિનમાનમાં પ્રત્યેક મંડલમાં ર૬૧ મુહૂર્ત ભાગને ઓછું કરતા અન્ય અન્ય મંડલેમાં પ્રથમ ક્ષણે સંક્રમણ કરે છે. તથા તે સૂર્યો દક્ષિણાયનમાં છ મહિનાના અંતે સર્વ બાહ્ય મંડલે પહેચે છે. તે જ રીતે પાછા ફરતા ઉત્તરાયનમાં છ મહિનાના અંતે પાછા સર્વ અત્યંતર મંડલમાં આવે છે. આમ બન્ને સૂર્યો એક સંવત્સર પૂર્ણ કરે છે. તે આ પ્રમાણે
સર્વ બાહ્યમંડલેથી આવેલા સર્વ અત્યંતર મંડલે–અગ્નિ ખૂણામાં રહેલે સૂર્ય પ્રથમ ક્ષણે પ્રવેશ કરતો થકે તે પ્રથમ ક્ષણથી આગળ-આગળ સર્વ અત્યંતરમાં ફરતો ફરતો તે સર્વ અત્યંતર મંડલથી બાજુના જ બીજા મંડલ તરફ ગમન કરતો થકે જ્યાં પહોંચવું છે તે મંડલની કેટીને અનુલક્ષીને કઈ એવા પ્રકારની (કર્ણ કલિકા) ગતિ વિશેષે કરીને એવી રીતે મંડલમાં પરિભ્રમણ કરે છે કે જેથી એક અહેરાત્રિ પુરી થતાં સર્વ અત્યંતર મંડલથી નીકળેલો તે સૂર્ય જયારે સર્વ અત્યંતર મંડલના પ્રથમ ક્ષણ થાનથી ૨ જન ભાગ દૂર ક્ષેત્રે પહેચે ત્યારે દક્ષિણાધના સર્વ અત્યંતર મંડલથી સંક્રમી મેરુથી વાયવ્ય ખૂણાએ આવેલા ઉત્તર દિશાવતિ બીજા અધ મંડલની સીમામાં પ્રથમ પ્રદેશ આવે. અર્થાત બીજા મંડલની કેટી ઉપર પ્રથમ ક્ષણે આવી જાય, ત્યાર પછી તે સૂર્ય તેવા પ્રકારની ગતિ વિશેષ
૧–અહીં ભેદઘાત વડે થતું સંક્રમણ એટલે કે વિવક્ષિત મંડલથી બાજુના જ મંડલમાં સંક્રમણ કરવા ઈચ્છતા સૂર્યો જે સ્થાનેથી પ્રારંભ કર્યો તે સ્થાને જ આવી તે મંડલની બાજુના મંડલનું બે એજન જેટલું અંતર ક્ષેત્ર તે ક્ષેત્રમાં પાછો સીધો ચાલી (આકૃતિ મુજબ) પછી બીજુ મંડલ શરૂ કરે છે, એમ ન સમજવું. આ માન્યતા પરતિથિકની છે. આમ માનવામાં મોટો દોષ ઉભું થઈ જાય છે. કેમ કે એક મંડલથી બીજા મંડલ માં ભેદઘાત વડે એટલું સીધું ક્ષેત્રગમન કરવામાં જે કાળ જાય તેટલો કાળ આગળના મંડલમાં ફરવાને માટે ઓછો થાય અને તેથી બીજ મંડલને એક અહોરાત્રિ કાળ તે પણ પૂર્ણ ન થાય અને બીજું મંડલ પૂર્ણ કરી ન શકવાથી સકલ જગત પ્રસિદ્ધ નિયમિત રાત્રિ-દિવસના પ્રમાણમાં વ્યાઘાત થવાથી અહેરાત્રિ અનિયમિત થવાને દેષ આવી પડશે. માટે આ મત અયુકત છે, પણ વિશિષ્ટ પ્રકારની ગતિ કરતા સુર્ય વિવક્ષિત સ્થાનથી ગમન જ એવા પ્રકારનું કરતઃકરતો મંડલમાં ફરે છે કે અહોરાત્રિના પર્ય તે તે મંડલનું અંતરક્ષેત્ર સહિત બાજીના મંડલે બરાબર (આકૃતિ મુજબ) પહોંચી જાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org