________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ચંદ્રમંડલનું સ્વરૂપ
૧૨૫ જે ધવરાહુનું વિમાન છે તે શ્યામ રંગનું છે અને નિરંતર ચંદ્રના વિમાનની નીચે ચાર આંગળ દૂર રહીને ચંદ્રના વિમાનને અમુક અમુક પ્રમાણમાં પ્રતિદિન આવરે છે, તેથી કૃષ્ણ પક્ષની ઉત્પત્તિ ગણાય છે અને પછી જેવી રીતે ચંદ્રના વિમાનને પ્રતિદિન જેટલા–જેટલા પ્રમાણમાં ઢાંકતો હતો તે જ પ્રમાણે તેટલા–તેટલા ભાગ પ્રમાણ બિંબના આવરણવાળા ભાગને કમસર છોડતો જાય છે, તેથી શુક્લ પક્ષની ઉત્પત્તિ થયેલી ગણાય છે. કહ્યું છે કે
" चंदस्स नेव हाणी न वि वुड्ढी वा अवडिओ चंदो।
सुकिलभावस्स पुणो दीसइ वुड्ढी य हाणी य ॥१॥ किण्हं राहुविमाणं निच्चं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं हिहा चंदस्स तं चरइ ॥२॥
तेण वड्ढइ चंदो परिहाणी वावि होइ चंदस्स ॥" “ચંદ્રની હાની નથી તેમ વૃદ્ધિ પણ નથી, ચંદ્ર અવસ્થિત છે. પરંતુ ચળકાટવાળા ભાગની અર્થાત બિમ્બની વૃદ્ધિ અને હાની દેખાય છે, તેનું કારણ કૃષ્ણવર્ણનું રાહુ વિમાન નિરંતર ચંદ્રની નીચે ચાર પ્રમાણઆંગળ છેટે રહીને જ ચાલે છે, તેથી ચંદ્ર વધે છે અથવા તે ચંદ્રની હાની થાય છે.
હાની–વૃદ્ધિનું કારણ–ચંદ્ર વિમાનના ૬૨ ભાગની કલ્પના કરીએ અને તેને પંદરે ભાગતાં એક એકમાં ૪ બાસઠિયા ભાગ આવે. અર્થાત પંદર તિથિરૂપ ૧૫ ભાગમાં એક તિથિ દીઠ ૪/૬૦ ભાગ આવે. અને બે ભાગ બાકી રહે. તે ૨/૬૦ ભાગ કદી આવરાતા નથી. આથી આવરાતા ૧૫ ભાગ અને નહી આવરાતો એક ભાગ મળી કુલ ૧૬ ભાગના હિસાબે ચંદ્રની સોળ કલા પ્રસિદ્ધ છે.
અથવા બીજી રીતિએ રાહુ વિમાનના પંદર ભાગ ક૯પીએ, એટલે કે રાહુ પિતાના એક એક ભાગ વડે નિરંતર ચંદ્ર વિમાનને આવરે એથી પંદર દિવસે વિમાનના પંદર ભાગ વડે પંદર તિથિ અવરાય છે.
૧ વ્યવહારમાં એકમ, બીજ, ત્રીજ આદિ તિથિ કહેવાય છે. તે આ રેહુ વિમાન એક ભાગ ઢાંકે તથી વદ-૧, બે ભાગ ઢાંકે તેથી ૨,, ત્રણ ભાગ ઢાંકે તેથી ૩ એમ ચૌદ ભાગ ઢાં કે–ચંદ્ર ઢંકાય ત્યારે
ભાગ ઢાં કે ત્યારે અમાસ. આ આશયથી તિથિઓના નામ પડેલ છે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org