________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ચંદ્રમંડલનું સ્વરૂપ
૧૨૩ અર્થાત એક અહોરાત્રીમાં એક અધમંડલના ૩૧/૯૧૫ ભાગ ન્યૂન અર્ધમંડલ એક ચંદ્ર ફરી શકે છે.
૩૧/૪૪ર ભાગ અધિક બે અહેરાત્રીમાં આખુ મંડલ પૂર્ણ કરે છે. કહ્યું છે કે
“एगमेगे णं भंते मंडलं चंदे कइहिं अहोरत्तेहिं चरइ ? गोयमा ! दोहि अहोरत्तेहि चरइ एकतीसाए भागेहि अहिएहिं चउहि बायालेहि सएहिं राईदियं छित्ता ।"
હે ભગવન ! એક મંડલ ચંદ્ર કેટલી અહેરાત્રીમાં પૂર્ણ કરે છે?
હે ગૌતમ! એક મંડલ બે અહોરાત્રી અને ઉ૧/૪૪૨ ભાગ અધિક એક અહોરાત્રીએ પૂર્ણ કરે છે.
અર્થાત એક ચંદ્રને એક આખુ મંડલ પૂર્ણ કરતાં બે અહેરાત્રી સંપૂર્ણ અને ઉપર એક અહોરાત્રીના ૪૪ર સા એવા ૩૧ ભાગ અધિક સમય લાગે છે. તે અહોરાત્રીમાં એક આખુ મંડલ ચંદ્ર પૂર્ણ કરે છે.
સૂર્ય એક અધમંડલ એક અહોરાત્રીમાં અને એક આખુ મંડલ બે અહેરાત્રીમાં પૂર્ણ કરે છે. જયારે ચંદ્રની ગતિ મંદ હેવાથી એક અધમંડલ પૂર્ણ કરતાં એક અહોરાત્રી અને 11 મુઠ્ઠ અધિક સમય અને એક આખુ મંડલ પૂર્ણ
૨૨
કરતાં બે અહોરાત્રી અને ર3 મુહૂર્ત અધિક સમય લાગે છે.
ચંદ્ર એક અહોરાત્રીમાં ૩૧/૧૫ ભાગ ન્યૂન અધમંડલ જેટલી ગતિ કરે છે. અર્થાત એક અધમંડલના ૯૧૫ ભાગ કરીએ તેના ૩૧ ભાગ ન્યૂન. એટલે અર્ધમંડલના ૯૧૫ ભાગમાંના ૮૮૪ ભાગ જેટલું અંતર ચંદ્ર એક અહોરાત્રીમાં ફરે છે.
(૪) હવે સાધારણ–અસાધારણ મંડલનું સ્વરૂપ–ચંદ્રના કુલ ૧૫ મંડલે છે. તેમાં પહેલું, ત્રીજુ, છઠું, સાતમું, આઠમું, દસમું, અગીયારમું અને પંદરમું. આ આઠ મંડલે કાયમ નક્ષત્રોથી અવિરહિત હોય છે. અર્થાત્ ચંદ્રના આ આઠ મંડલોમાં કાયમ નક્ષત્રો ગતિ કરતાં હોય છે, એટલે આ આઠ મંડલો ચંદ્ર અને નક્ષત્ર એમ બને માટેના સાધારણ છે. કહ્યું છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org