________________
૧૨૪
બૃહત્ ક્ષેત્ર સમાસ "तत्थ जे चंदमंडला सया नक्खत्तेहि अविरहिया, ते णं अट्ठ, तं जहा-पढमे चंदमंडले तइए चंदमंडले छट्टे चंदमंडले सत्तमे चंदमंडले अट्ठमे चंदमंडले दसमे चंदमंडले #મે ચંદ્રમંડજે વરસને ચંદ્રમંહદ્દે રતિ ” સંગ્રહણી ગાથા
" एकतिगछट्टसत्तग-अट्ठदसिक्कारपन्नरस चेव।
नक्खत्तेहिं समेया मंडलगा अट्ठ चंदस्स ॥" તેમાં જે ચંદ્ર મંડલ હમેશાં નક્ષત્રોથી અવિરહિત છે તે આ આઠ છે. તે આ પ્રમાણે–પહેલું ચંદ્ર મંડલ, ત્રીજું ચંદ્ર મંડલ, છઠું ચંદ્રમંડલ, સાતમું ચંદ્રમંડલ, આઠમું ચંદ્રમંડલ, દશમું ચંદ્રમંડલ, અગીયારમું ચંદ્રમંડલ, પંદરમું ચંદ્રમંડલ.
એક, ત્રણ, છ, સાત, આઠ, દશ, અગીયાર અને પંદર. આ આઠ ચંદ્રના મંડલ નક્ષત્રો સાથે હેય છે. અર્થાત આ આઠ ચંદ્રના મંડલોમાં કાયમ નક્ષત્રો હેય છે જ, જયારે બાકીના ૨-૪-૫–૮–૧૨-૧૩ અને ૧૪ આ સાત મંડલમાં નક્ષત્રો આવતા નથી, એટલે કાયમ નક્ષત્ર વિનાના હોય છે.
ચંદ્રના ચાર (૪) મંડલો સૂર્ય અને નક્ષત્રોને પણ સાધારણ છે. તે આ પ્રમાણે પહેલું, ત્રીજું, અગીયારમું અને પંદરમું. અર્થાત આ ચાર ચંદ્રના મંડલમાં સૂર્ય અને નક્ષત્રો પણ ગતિ કરે છે.
ચંદ્રના પાંચ મંડલ કાયમ સૂર્યથી રહિત છે. અર્થાત ૬-૭-૮-૯ અને ૧૦ મા મંડલમાં સૂર્ય ગતિ કરતા નથી.
૨–૪–૫-૧૨-૧૩ આ પાંચ મંડલો એકલા ચંદ્રના છે. અર્થાત આ મંડલોમાં એકલો ચંદ્ર જ ગતિ કરે છે. તેમાં સૂર્યો કે નક્ષત્રો ગતિ કરતા નથી.
(૫) હવે મંડલમાં રહેલા ચંદ્રની વૃદ્ધિ હાની દેખાય છે તેનું સ્વરૂપઅહીં જે કે ચંદ્ર કાયમ રવરૂપથી તે અવસ્થિત સ્વરૂપવાળે અર્થાત જેવો છે તેવો કાયમ હોય છે. તેની વૃદ્ધિ કે હાની વાસ્તવિક નથી. જે શુક્લ પક્ષમાં ચંદ્રબિંબની વૃદ્ધિ દેખાય છે અને કૃષ્ણ પક્ષમાં હાની દેખાય છે, તે રાહુ વિમાન વડે ઢંકાવાથી અને ખસવાથી જાણવી. તે આ પ્રમાણે
રાહના વિમાન બે પ્રકારના છે. એક ધ્રુવરાહુનું વિમાન અને બીજું પર્વરાહુનું
વિમાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org