________________
બહત ક્ષેત્ર સમાસ ખૂણે, પશ્ચિમ અને ઉત્તર વચ્ચેને વાયવ્ય ખૂણે, ઉત્તર અને પૂર્વ વચ્ચેને ઈશાન ખૂણે. ઉપરની ઉર્વ દિશા અને નીચેની અધે દિશા આમ ૧૦ દિશાઓ સૂર્યની અપેક્ષાએ થાય છે.
જ્યારે મેરુ પર્વતની પૂર્વ દિશા અને પશ્ચિમ દિશાને વિષે સૂર્ય હોય એટલે મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય, ત્યારે દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રમાં સૂર્ય નહિ હોવાથી રાત્રિ હોય છે. એટલે જ્યારે પૂર્વ-પશ્ચિમ વિદેડ. ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દિવસ ૧૮ મુહુર્ત પ્રમાણુ હોય ત્યારે ભરત–રવત ક્ષેત્રમાં પણ દિવસ ૧૮ મુહુર્ત પ્રમાણ હોય અને રાત્રિ સર્વ જઘન્ય ૧૨ મુહુર્ત પ્રમાણ હોય.
આ કારણથી જ્યાં રાત્રિ સર્વ જઘન્ય હોય ત્યારે તે તે ક્ષેત્રગત દિવસ સર્વ ઉત્કૃષ્ટ પ્રમાણવાળો હોય અને જે જે મંડલે છે. જે કાળે રાત્રિ અથવા દિવસનું પ્રમાણ જે જે ક્ષેત્રમાં જેટલા જેટલા અંશે વધઘટવાળું હોય ત્યારે તે જ ક્ષેત્રમાં તે કાળે રાત્રિ અથવા દિવસનું પ્રમાણ પણ વધઘટવાળું હોય. એટલે દિવસનું માન વધે તે રાત્રિનું માન ઘટે અને રાત્રિનું માન વધે તે દિવસનું માન ઘટે.
આથી કોઈ પણ મંડલે, કોઈ પણ ક્ષેત્રમાં અહોરાત્ર પ્રમાણ એટલે દિવસ અને રાત્રિનું ભેગું પ્રમાણ તે ૩૦ મુહુર્તનું જ હોય છે, પણ તેમાં વધઘટ થતી નથી.
" શંકા–“ભરત–ઐરાવત ક્ષેત્રમાં ૧૮ મુહુર્ત એટલે સૂર્યને પ્રકાશ હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં માત્ર ૧૨ મુહુર્ત પ્રમાણવાળી (સૂર્ય નહિ હેવાથી) રાત્રિ હોય.” એમ તમે કહ્યું તે ૧૨ મુહુર્ત પ્રમાણ રાત્રિ પૂર્ણ થાય ત્યારે ત્યાં ક્યો કાળ હોય ? કેમકે એ બન્ને વિદેહમાં રાત્રિ પૂર્ણ થયે ત્યાં ન હોય સૂર્યનો પ્રકાશ કે ન હોય રાત્રિકાળ, કેમકે વિદેહમાં રાત્રિ ભલે વીતિ ગઈ પણ હજુ ભરત–ઐરવતમાં દિનમાન ૧૮ મુહુર્ત હોવાથી ત્યાં રાત્રિ પૂર્ણ થાય ત્યારે અહીં ૩ મુહુર્ત દિવસ બાકી ઘટે એટલે સૂર્યને હજુ ૩ મુહુર્ત પ્રકાશ આપવાને છે. તે પછી પૂર્વ–પશ્ચિમ વિદેહમાં રાત્રિ કાળ વીતે ક કાળ સમજે ?
સમાધાન–આ શંકાના સમાધાનમાં સમજવું કે સૂર્ય એકદમ ભરત ક્ષેત્રમાંથી વિદેહમાં પહોંચી જતો નથી, પણ ક્રમસર ક્ષણે-ક્ષણે ખસ ખસતે ગતિ કરતો જાય છે. એટલે ભરત ક્ષેત્ર કે એરવત ક્ષેત્રમાં ૧૫ મુહુર્ત પ્રમાણ દિનમાન પૂર્ણ કરે અર્થાત ભરત એરવત ક્ષેત્રમાં ૩ મુહુર્ત પ્રમાણ સુધી પ્રકાશ આપવાને બાકી રહે ત્યારે પૂર્વ બાજુથી ખસતા અને પશ્ચિમ તરફના ક્ષેત્રમાં દુર દુર પ્રકાશ કરતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org